બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBI monetary policy meeting

અનુમાન / ભારતની અર્થવ્યવસ્થાને લઇને RBI એ આપ્યું સૌથી મોટું નિવેદન

Published By: Divyesh

Last Updated: 11:19 AM, 5 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંકે આવતા નાણાંકીય વર્ષમાં  GDPમાં 10.5 ટકાનું અનુમાન લગાવ્યું છે.

  • RBIએ વ્યાજ દર રાખ્યા યથાવત
  • બજેટ બાદ પ્રથમ મોનિટરી પોલિસીમાં રેટ યથાવત
  • 2021-22ના નાણાંકીય વર્ષમાં 10.5 ટકાના ગ્રોથનું અનુમાન

RBIએ નાણાંકીય નીતિ સમિતિની બેઠકમાં વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. RBI ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે સમિતએ વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. તેનો મતલબ રેપો રેટ હજી પણ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર જ રહેશે.

ડબલ ડિજિટમાં અર્થવ્યવસ્થા દોડશે

રિઝર્વ બેંકે આવતા નાણાંકીય વર્ષ 2021-22માં જીડીપીમાં 10.5 ટકાના વધારા સાથે અનુમાન લગાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં આ 11 ટકા થવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.
 


RBI ગર્વનરે કહ્યું કે ધીરે-ધીરે ઘરોના વેચાણમાં સુધાર થયો છે, આ સાથે જ હવે લોકોના ખર્ચ કરવાની ક્ષમતા એકવાર ફરી રિકવર થઇ રહી છે. હાલમાં જ બજેટ રજૂ કરાયું છે તેમાં રોકાણની સ્થિતિ સુધારવાની આશા છે. 

આર્થિક વિકાસને સપોર્ટ કરવો જરુરી

RBIએ નાણાંકીય વર્ષ 2022ના પહેલા છ મહીનામાં છૂટક ફુગાવાના દરના અનુમાનને રિવાઇઝ કરીને 5 કે 5.2 ટકા કરી દીધો છે. પહેલા આ અનુમાન 4.6 થી 5.2 ટકા પર હતો. આરબીઆઇના ગર્વનરે કહ્યું કે મોંઘવારી દર 6 ટકાના ટોલરેંસના સ્તર નીચે આવી ગયો છે. આર્થિક વિકાસનું અનુમાન પહેલા કરતા સારુ થયું છે. 

રોકડની વ્યવસ્થા જરુરી

વ્યાજમાં ઘટાડાની ઓછી આશા હોવાના કારણે કેન્દ્રીય બેંકથી માર્કેટને અપેક્ષા છે કે પર્યાપ્ત રોકડનું પ્રાવધાન કરવાની જોગવાઇ કરશે. 

4 ટકા હજી પણ રેપો રેટ

રિઝર્વ બેંકનો રેપો રેટ 4 ટકા છે, જે ઐતિહાસિક રીતે ઓછો છે. આ પહેલા અંતિમ સમયે 22 મે 2020ના રોજ બદલવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે આ ફેરફાર MPC બેઠક વગર જ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી RBIએ રેપો રેટમાં કુલ 1.15 ટકાનો ઘટાડો ક્યો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Governor RBI Shaktikanta Das આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસ RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ