બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rbi announce one nation one ombudsman policy

તમારા કામનું / હવે One Nation One Ombudsmanનો વારો, RBI આપવા જઈ રહી છે આ મોટી સુવિધા

Dharmishtha

Last Updated: 10:50 AM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે પોતાની બેંક અથવા એનબીએફસી (Non Banking finance companies) સામે કોઈ ફરિયાદ છે અને સતત તેમના તરફતી તમારી સમસ્યાનું કોઈ સમાધાન નથી થઈ રહ્યુ તો આ સમાચાર તમારા બહું કામના છે. આરબીઆઈ જલ્દી એક એવી યોજના શરુ કરવા જઈ રહી છે જેનાથી ગ્રાહકોની મોટી સમસ્યાનો ઉકેલ આવશે.

  • દેશમાં One Nation One Ombudsman પર વિચાર
  • અત્યારે 22 ઓમ્બડ્સમેન ઓફિસ ચાલી રહી છે
  • કોરોનાકાળમાં આરબીઆઈ આપી રહી છે રાહત

One Nation One Ombudsman ને સમજો

અત્યાર સુધી દેશમાં બેંક, એનબીએફસી અને કાર્ડ કરનારી કંપનીઓની વિરુદ્ધા ફરિયાદ માટે ગ્રાહકોને અલગ અલગ જગ્યાએ જવુ પડતુ હતુ. One Nation One Ombudsman પોલિસીથી ગ્રાહકોને એક જ જગ્યાએ ફરિયાદ કરવાની સુવિધા મળશે. આ પહેલા સૌથી મોટો ફાયદો એ થશે કે ગ્રાહકોની સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ આપશે અને તેમને મોટી સંખ્યામાં રાહત મળશે. આ યોજના હેઠળ જે ગ્રાહકોને ફરિયાદ હશે તે ફોન, ઓનલાઈન, મેલ, પોસ્ટના માધ્યમથી ફરિયાદ દાખલ કરી શકશે.

 

અત્યારે 22 ઓમ્બડ્સમેન ઓફિસ ચાલી રહી છે

અત્યારે આરબીઆઈ દેશભરમાં સ્થિત 22 ઓમ્બડ્સમેન ઓફિસના માધ્યમથી 3 અલગ અલગ ઓમ્બડ્સમેન સ્કીમ ચલાવી રહી છે. 3 ઓમ્બડ્સમેન સ્કીમને એકમાં ભેળવ્યા બાદ One Nation One Ombudsmanના વિચારને એક જ જગ્યાએથી તમામ ફરિયાદોને સાંભળવામાં આવશે. ઓમ્બડ્સમેન સિસ્ટમને સરળ, વધારે સક્ષમ અને વધારે જવાબદેહ બનાવવા માટે આરબીઆઈએ આ પગલું ભર્યું છે.

શું છે ગ્રાહકોની સમસ્યા

લોન લેનારા મોટા ભાગના ગ્રાહકોની ફરિયાદ હોય છે કે લોન આપનારી સંસ્થાન પૂરી જાણકારી આપ્યા વગર તેમની લોનનો સમય વધારી દે છે અથવા ઈએમઆઈમાં વધારો કરી દે છે. જોકે લોન ટર્મ અથલા ઈએમઆઈની રકમમાં ફેરફાર વ્યાજ દર બદલવા પર જ થાય છે. રેપો રેટમાં ફેરફારના કારણે લોનની શરતો પર અસર પડે છે. 5 ફેબ્રુઆરીએ જ આરબીઆઈએ મોદ્રિક નીતિનું એલાન કર્યુ છે. 3 દિવસની  Monetary Policy Committee ની બેઠક બાદ રેપો રેટ નહીં બદલવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાકાળમાં આરબીઆઈ આપી રહી છે રાહત

ગત 4 બેઠકોમાં સતત આરબીઆઈએ રેપો રેટ નહીં બદલવાનો નિર્ણય લીધો છે. આના પાછળનું કારણ એ છે કે રેપો રેટ નહીં બદલવાના સિસ્ટમમાં પર્યાપ્ત માત્રામાં લિક્વિડિટીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ વધશે. સતત ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે કોરોના કાળમાં આરબીઆઈ સતત રાહત આપી રહી છે જેમાં લોકો પર કોઈ અતિરિક્ત ભારણ નથી પડી રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Policy RBI one nation one ombudsman આરબીઆઈ પોલિસી RBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ