બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / rbi 2000 currency exchange last date update notes deadline

લોકોને રાહત / 2000ની નોટ બદલવાની વધી ગઈ ડેડલાઈન, હવે આ તારીખ સુધી મળશે તક, RBIએ આપ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 05:30 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોને એક મોટી રાહત આપતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ 2000ની ચલણી નોટ બદલવાની મુદત વધારીને 7 ઓક્ટોબર કરી છે.

  • 2000ની નોટો બદલવાને લઈને લોકોને મળી રાહત
  • હવે 7 ઓક્ટોબર સુધી બદલાવી શકાશે 2000ની નોટ
  • આજે હતો છેલ્લો દિવસ, આરબીઆઈએ અઠવાડિયું મુદત વધારી 

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને આ જાણકારી આપી હતી. 

એક સમયે 20000 સુધીની 2000ની નોટો બદલાવી શકાશે 
2000 રૂપિયાની બેંકનોટ એક સમયે મહત્તમ 20,000 રૂપિયાની મર્યાદા સુધી બદલી શકાય છે. તમે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટ પણ મોકલી શકો છો. 2000 રૂપિયાની બેંક નોટ આમાંથી કોઈપણ ઓફિસમાં કોઈપણ મર્યાદા વિના જમા કરાવી શકાય છે.

બેન્કો 2000ની નોટો ન સ્વીકારે તો શું કરવું 
જો કોઈ બેંક 7 ઓક્ટોબર સુધી 2000ની નોટો લેવાની ના પાડે તો તમે રિઝર્વ બેંકની વેબસાઈટ પર તેની ફરિયાદ કરી શકો છો. જો બેંક ફરિયાદ દાખલ કર્યાના 30 દિવસની અંદર જવાબ ન આપે અથવા ફરિયાદીને બેન્કના જવાબથી સંતોષ ન લાગે તો ગ્રાહકો રિઝર્વ બેંકના લોકપાલમાં ફરિયાદ નોંધાવી શકે છે.

30 સપ્ટેમ્બર હતો છેલ્લો દિવસ
આમ તો 2000ની ચલણી નોટો બદલવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર હતી પરંતુ લોકો પાસે એક પણ નોટ રહી ન જાય તે માટે આરબીઆઈએ હવે એક અઠવાડિયું મુદત વધારી છે એટલે કે હવે લોકો 7 ઓક્ટોબર સુધી નોટો બદલાવી શકશે. 

8 ઓક્ટોબરે બંધ થઈ જશે નોટો બદલવાની પ્રક્રિયા
આરબીઆઈ તરફથી જારી એક નિવેદન અનુસાર, 8 ઓક્ટોબરે 2000ની ચલણી નોટો બદલવાનું કામ બંધ થઈ જશે. એટલે લોકો પાસે હજુ પણ નોટો બદલવા માટે એક અઠવાડિયાનો સમય છે. 

ક્યારે બહાર પડાઈ હતી 2000ની નોટો 
8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્રની મોદી સરકારે અચાનક રૂ. 500 અને રૂ. 1000ની નોટો બંધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આનાથી કાળું નાણું અને આતંકવાદી ફંડિંગ બંધ થશે. જૂની નોટોના બદલામાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી હતી. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે 2000ની નોટ છાપવામાં આવી રહી નથી.  

નોટો બીજે ક્યાં બદલી શકાય?
RBIની 19 પ્રાદેશિક શાખાઓમાં પણ નોટો બદલી શકાશે. આરબીઆઈની દેશભરમાં 31 સ્થળોએ પ્રાદેશિક કચેરીઓ છે, પરંતુ રૂ. 2000ની નોટ અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુરમાં જારી કરવામાં આવે છે. માત્ર દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં બદલી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ