બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Ravindra Jadeja father gave a shocking statement, Team India's all-rounder gave clarification

ખુલાસો / 'દીકરાને ન પરણાવ્યો હોત તો સારું હતું', પિતાએ વેદના પ્રગટ કરતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની સ્પષ્ટતા, આપ્યો ચોંકાવનારો જવાબ

Megha

Last Updated: 04:04 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને પુત્રવધૂ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, આ બાબતે હવે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે.

  • રવીન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને પુત્રવધૂ પર ગંભીર આરોપો લગાવ્યા
  • આ બાબતે હવે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો 

રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે હાલમાં જ એક વેબ પોર્ટલને આપેલ આપેલ ઈન્ટરવ્યુ દરમિયાન દીકરા અને પુત્રવધૂ રીવાબા જાડેજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. પુત્ર અને પુત્રવધૂ રીવાબા જાડેજાથી અલગ રહેવાની વાત કરી હતી. 

આ તમામ વાતો અર્થહિન અને અસત્ય છે
જો કે આ બાબતે હવે રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો છે. એમને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહિન અને અસત્ય છે, મરી પાસે પણ ઘણી એવી વાતો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી.' 

તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને
ઈન્ટરવ્યુ અનુસાર, અનિરુદ્ધ સિંહ જાડેજાએ કહ્યું કે તેનો પુત્ર રવિન્દ્ર અને પુત્રવધૂ રીવાબા સાથે કોઈ સંબંધ નથી. તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને બોલાવતા નથી. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી અને એમને 5 વર્ષથી તેની પૌત્રીનો ચહેરો પણ જોયો નથી. 

પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં
રવિન્દ્ર જાડેજાના પિતા એ કહ્યું કે ''મારે દીકરા (રવિન્દ્રસિંહ જાડેજા) કે તેની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઈ જ સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર બાદ બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં. એને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, તો આજે અમારી આવી હાલત ન હોત.''

લોકોને રવિની જરૂર નથી, તેમને તો પૈસાથી જ મતલબ છે
આગળ એમને કહ્યું હતું કે લગ્નના થોડા મહિનાઓ પછી રીવાબાએ કહેવાનું શરૂ કર્યું કે બધું એમના નામે કરી દો, ખટપટ કરીને પરિવારને નોખા કરવા લાગ્યા. તેને પરિવાર જોઇતો નથી, બધું સ્વતંત્ર જોઇએ છે. ચાલો હું ખરાબ, નયનાબા (રવીન્દ્ર જાડેજાનાં બહેન) ખરાબ પણ કુટુંબમાં 50 લોકો છે તો પચાસેપચાસ લોકો ખરાબ? કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. રવિના સાસુ-સસરા બધો વહીવટ કરે છે અને દરેક બાબતમાં તેમની દખલગીરી ખૂબ જ છે. રિવાબા તેનાં માતા-પિતાની એકની એક જ દીકરી છે. એ લોકોને રવિની જરૂર નથી, તેમને તો પૈસાથી જ મતલબ છે.' 

વધુ વાંચો: 'વિરાટ કોહલી બીજી વાર પિતા બનશે' વાત માત્ર અફવા, એબી ડિવિલિયર્સે લીધો યુ-ટર્ન, કહ્યું 'ભૂલ થઇ ગઇ'

નયનાબાએ તેને માતાની જેમ ઉછેર્યો
રવીન્દ્ર જાડેજાના પિતા 10 વર્ષથી વધુ સમયથી જામનગરમાં 2BHK ફ્લેટમાં રહે છે. તેણે કહ્યું કે અમે રવિન્દ્રને ક્રિકેટર બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. એમનું કહેવું છે કે રવિન્દ્રના બહેન નયનાબાએ ખૂબ મહેનત કરી. તેને માતાની જેમ ઉછેર્યો. હવે તેને નયનાબા સાથે પણ એમને કોઈ સંબંધો રાખ્યા નથી.

જો કે આ વાતને ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પાયાવિહોણી ગણાવી હતી અને એમનો પક્ષ પણ રાખ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ