બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ratna pathak said that being a widow in india is a terrible situation

ચર્ચા / શું આપણે સાઉદી-અરબ બની રહ્યા છીએ? ધર્મ થોપવામાં આવી રહ્યો…: બોલિવૂડ અભિનેત્રીનું નિવેદન

Arohi

Last Updated: 02:08 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રતના પાઠકે કહ્યું- ભારતમાં વિધવા હોવુ ભયાનક સ્થિતિ છે. હું પાગલ નથી કે કરવાચોથ કરૂ...

  • રતના પાઠકના નિવેદનથી વિવાદ 
  • કરવાચોથને લઈને કહી આ વાત 
  • બોલિવૂડ અભિનેત્રીનું નિવેદન ચર્ચામાં 

નસીરૂદ્દીન શાહની પત્ની અને એક્ટ્રેસ રત્ના પાઠક શાહને લાગે છે કે ભારત એક રૂઢિવાદી સમાજ બનતો જઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું આ સાઉદી અરબ બનવા માંગે છે. રત્ના પાઠકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે એક રૂઢિવાદી સમાજ સૌથી પહેલા પોતાને ત્યાં મહિલાઓ પર પ્રતિબંધ લગાવે છે. તેમણે કહ્યું કે 21મી સદીની મહિલાઓ કઈ રીતે હજુ પણ કરવાચૌથ જેવી જુની પરંપરાઓને નિભાવી રહી છે. રત્નાએ કહ્યું કે આપણે અંધવિશ્વાસુ થતા જઈ રહ્યા છીએ. 

હું કઈ પાગલ છું કે વ્રત કરૂ
રત્ના પાઠકનું એક ઈન્ટરવ્યૂ ખૂબ જ ચર્ચામાં છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મહિલાઓ માટે ક્યારેય કંઈ નથી બદલાયુ અથવા અમુક એરિયામાં ખૂબ નાનો બદલાવ આવ્યો છે. અમારો સમાજ ખૂબ રૂઢિવાદી થતો જઈ રહ્યો છે. આપણે અંધવિશ્વાસી થતા જઈ રહ્યા છીએ. આપણને ધર્મને જીવનનનો મુખ્ય ભાગ સ્વીકાર કરવા માટે બાંધવામાં આવે છે. 

મને ગયા વર્ષે પહેલી વખત કોઈએ પુછ્યું શું હું કરવાચૌથનું વ્રત કરૂ છું. મેં કહ્યું શું હું પાગલ છું? શું આ ડરામણુ નથી કે મોર્ડન ભણેલી મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે કરવાચૌથનું વ્રત કરે છે જેથી તેમના જીવનને વધારે વેલિડિટી મળી શકે?  ભારતમાં વિધવા હોવુ ભયાનક સ્થિતિ માનવામાં આવે છે. 21મી સદીમાં આપણે આવા પ્રકારની વાતો કરી રહ્યા છીએ. ભણેલી યુવતીઓ આવી વાતો કરી રહી છે. 

આપણે સાઉદી અરબ બનવા માંગીએ છીએ? 
રત્ના પાઠકે કહ્યું કે આપણે હજુ પણ ખૂબ જ રૂઢિવાદી સમાજની તરફ આગળ વધી રહ્યા છીએ. રૂઢિવાદી સમાજ પહેલું કામ એ કરે છે કે પોતાની મહિલાઓને બાંધીને રાખે. દુનિયાના કોઈ પણ કંઝર્વેટિવ સમાજને જોઈ લો. મહિલાઓ સૌથી વધારે પ્રભાવિત થઈ રહી છે. સાઉદી અરબમાં મહિલાઓ માટે શું સ્કોપ છે. શું આપણે સાઉદી અરબ બનવું જોઈએ? અને આપણે બની પણ જઈએ કારણ કે આ ખૂબ જ સરળ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ