બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / rashid khan doubtful for ipl 2024 after missing psl latest sports news

Sports / IPL 2024ની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી અનફીટ, ચાહકો નિરાશ

Published By: Vikram Mehta

Last Updated: 09:43 AM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. રાશિદ ખાનની ઈજાના કારણે IPL ટીમ ગુજરાત ટાઇટન્સની ચિંતા વધી ગઈ છે. શું રાશિદ ખાન IPL સુધીમાં ફિટ થઈ જશે?

  • આ ખેલાડીએ પાકિસ્તાન સુપર લીગમાંથી નામ પાછુ ખેંચ્યુ
  • ઈજાના કારણે IPL ટીમની ચિંતા વધી
  • શું રાશિદ ખાન IPL સુધીમાં ફિટ થઈ જશે?

રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. રાશિદ ખાન સર્જરી પછી રિકવરી સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો છે. રાશિદ ખાનની ઈજાના કારણે IPL ટીમ ગુજરાત ટાઇટન્સની ચિંતા વધી ગઈ છે. શું રાશિદ ખાન IPL સુધીમાં ફિટ થઈ જશે? રાશિદ ખાને નવેમ્બર 2023માં સર્જરી કરાવી હતી. સર્જરી પછી કહેવામાં આવી રહ્યું હતું કે, જે જલ્દી વાપસી કરી શકે છે, પરંતુ ભારત સામેની 3 T20 સીરીઝમાં રમી શક્યો નહોતો.

અફઘાનિસ્તાન કોચનું નિવેદન
અફઘાનિસ્તાન કોચ જોનાથન ટ્રોટે જણાવ્યું હતું કે, રાશિદ ખાન એક શાનદાર પ્લેયર છે અને તેની વાપસી અંગે અમે કોઈ ઉતાવળ નથી કરી રહ્યા. આગામી દિવસોમાં વધુ ઈન્જરી ના થાય તે માટે રાશિદ ખાન એકદમ ફિટ છે, તે સુનિશ્ચિત થવું જરૂરી છે. રાશિદ ખાન ફિટ થશે પછી મેદાન પર વાપસી કરશે. આ બાબતે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા માંગતા નથી.

વધુ વાંચો: ફૂલ દારુ પીવાને કારણે આ મોટા ક્રિકેટરની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ, વર્લ્ડ કપનો હીરો છે

ગુજરાત ટાઈટન્સની મુશ્કેલીઓ વધશે!
IPLમાં રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગુજરાત ટાઇટન્સની ટીમમાં શામેલ છે. રાશિદ ખાન IPL સુધીમાં ફિટ નહીં થાય તો ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદયો હતો. શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે બનાવવામાં આવ્યો. રાશિદ ખાન ફિટ નહીં થાય તો ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Rashid Khan Rashid Khan Injury Sports News rashid khan IPL ગુજરાત ટાઈટન્સ રાશિદ ખાન પાકિસ્તાન સુપર લીગ રાશિદ ખાન રાશિદ ખાન IPL રાશિદ ખાન ઈન્જરી sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ