બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:55 PM, 26 February 2026
ધુરંધરની ધુઆંધાર સક્સેસ પછી બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહનું કરિયર એક તરફ ઊંચાઈ પર છે અને બીજી તરફ ડોન 3નો વિવાદ તેમનો પીછો છોડવા તૈયાર નથી. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે રણવીરનો વિવાદ એવા વળાંક પર આવી ગયો છે કે કાયદાકીય રૂપ લઈ શકે છે.
ADVERTISEMENT
બોલીવુડમાં મોટા કલાકારો અને પ્રોડ્યૂસર વચ્ચે મતભેદ થાય તો સામાન્ય રીતે તેઓ વાતચીત કરીને મામલો શાંતિથી ઉકેલી લે છે. છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ મોટા એક્ટર અને પ્રોડ્યૂસરનો વિવાદ કોર્ટ સુધી ગયો નથી. પરંતુ આ વખતે મામલો થોડો અલગ છે અને બધાને ચોંકાવી રહ્યો છે.
વર્ષ 2023માં એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ‘ડોન 3’ ફિલ્મની જાહેરાત કરી હતી જેમાં શાહરુખ ખાનની જગ્યાએ રણવીર સિંહને લેવામાં આવ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન ફરીથી ફરહાન અખ્તર કરવાના હતા. પરંતુ બે વર્ષથી ફિલ્મ શરુ થઈ નહોતી. પછી ખબર આવી કે રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે પ્રોજેક્ટમાં થયેલા નુકસાનને કારણે એક્સેલ એ રણવીર પાસેથી 40 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. બીજી તરફ રણવીર સિંહે કહ્યું છે કે ફિલ્મ લાંબા સમયથી અટકેલી હતી અને કામમાં ગંભીરતા નહોતી તેથી તેઓ રૂપિયા આપવા તૈયાર નથી.
ADVERTISEMENT
એક રિપોર્ટ મુજબ, ‘ધુરંધર’ ફિલ્મ રિલીઝ થવાના બે અઠવાડિયા પહેલા સુધી રણવીર સિંહ ‘ડોન 3’ વિશે ફરહાન અખ્તર સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ તેમણે ફિલ્મ છોડી દીધી. કહેવાય છે કે ફિલ્મના પ્રી-પ્રોડક્શન દરમિયાન થયેલા ખર્ચ માટે રણવીરે મેકર્સને એક રકમ આપવા ઓફર કરી હતી. પરંતુ એક્સેલ એન્ટરટેઇનમેન્ટે તેની સામે ઘણો મોટો આંકડો મૂક્યો. તે પછી રણવીરે પોતાની ઓફર પાછી ખેંચી લીધી.
ADVERTISEMENT

રિપોર્ટમાં જણાવાયું છે કે રણવીરનું કહેવું છે કે પ્રોજેક્ટમાં થયેલા નુકસાન માટે તેઓ કાયદાકીય રીતે જવાબદાર નથી. તેઓ ફક્ત સારા સંબંધ માટે થોડી રકમ આપવા તૈયાર હતા પરંતુ ફરહાન અને મેકર્સ સહમત ન થયા. આ મામલો ઉકેલવા માટે પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા પાસે પણ લઈ જવાયો હતો. પરંતુ બંને પક્ષ પોતાની વાત પર અડગ રહેતા હોવાથી હવે મામલો કોર્ટ સુધી પહોંચી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. કહેવાય છે કે કરણ જોહર, સાજિદ નાડિયાડવાલા, એકતા કપૂર, જોયા અખ્તર અને પુનીત ગોયંકા જેવા મોટા પ્રોડ્યૂસર્સે પણ આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
રણવીર સિંહ અને ફરહાન અખ્તર બંને પોતપોતાના નિર્ણય પર અડગ છે. તેથી પ્રોડ્યૂસર્સ ગિલ્ડે સલાહ આપી છે કે હવે મામલો કોર્ટમાં લઈ જવો જોઈએ. બોલીવુડ માટે આ ખૂબ આશ્ચર્યજનક બાબત છે, કારણ કે ઘણા વર્ષોથી મોટા કલાકાર અને પ્રોડ્યૂસર વચ્ચેનો વિવાદ કોર્ટ સુધી ગયો નથી.
ADVERTISEMENT
બોલીવુડમાં સામાન્ય રીતે આવા વિવાદો ગિલ્ડ અથવા મોટા લોકોની મધ્યસ્થીથી ઉકેલી લેવામાં આવે છે. થોડા સમય પહેલા પરેશ રાવલે અચાનક ‘હેરાફેરી 3’ છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારે અક્ષય કુમારની કંપનીએ તેમના સામે 25 કરોડ રૂપિયાના વળતર માટે કેસ કર્યો હતો. પરંતુ બાદમાં વાતચીતથી મામલો ઉકેલી લેવાયો અને પરેશ રાવલ ફરી ફિલ્મમાં જોડાયા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રશ્મિકાએ વિજય સાથે સંગીતમાં અંગારો અને શ્રીવલ્લી પર કર્યો ડાન્સ, સાસુમાએ આપી ખાસ ભેટ
અગાઉ 2002માં પ્રોડ્યૂસર શકીલ નૂરાનીએ સંજય દત્તને ‘જાન કી બાજી’ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. પરંતુ સંજય દત્ત 2-3 દિવસથી વધુ શૂટિંગ કરી શક્યા નહોતા. ત્યારબાદ પ્રોડ્યૂસરે IMPPA પાસે ફરિયાદ કરી. સંજયને એડવાન્સ સાથે હર્જાનો મળી કુલ 2 કરોડ રૂપિયા ચૂકવવા કહેવામાં આવ્યું હતું. જ્યારે તેઓ એ ચૂકવી શક્યા નહીં, ત્યારે પ્રોડ્યૂસરે બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.