બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / રશ્મિકાએ વિજય સાથે સંગીતમાં અંગારો અને શ્રીવલ્લી પર કર્યો ડાન્સ, સાસુમાએ આપી ખાસ ભેટ
Last Updated: 08:09 AM, 26 February 2026
સાઉથ સિનેમાના ફેમસ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના જીવનભર માટે એક થવા જઇ રહ્યા છે. ઉદયપુર ખાતે લગ્ન સમારોહ ખૂબ જ ધામધૂમથી યોજાઈ રહ્યા છે.આ કપલના લગ્નના ફંકશન ચાર દિવસ સુધી ચાલશે, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ 26 ફેબ્રુઆરીએ લગ્ન કરશે અને માર્ચમાં, તેઓ અન્ય ફિલ્મ સ્ટાર્સ માટે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.સોશિયલ મીડિયા પર લગ્ન પહેલાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
24 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા સંગીત સમારોહથી લગ્નમાં એક વધારાનો ખાસ માહોલ બન્યો છે. ભવ્ય સજાવટ, સરસ લાઇટિંગ અને જશ્નનો માહોલ સર્વોચ્ચ સ્તરે પ્રવર્તતું હતું. સંગીત રાતની સૌથી ખાસ ક્ષણ ત્યારે હતી જ્યારે, જ્યારે રશ્મિકાએ તેના ભાવિ પતિ માટે એક ખાસ પર્ફોર્મન્સ આપ્યું. તેણે તેની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ "પુષ્પા 2: ધ રૂલ" ના હિટ ગીત "અંગારોં" પર ડાન્સ કર્યો.આ ફિલ્મમાં તેણે અલ્લુ અર્જુન સાથે અભિનય કર્યો હતો. આ ગીત પહેલાથી જ વાયરલ થઈ ગયું હતું, પરંતુ આ પ્રસંગે, તેનો અર્થ વધુ ખાસ બની ગયો.
ADVERTISEMENT
રશ્મિકા અને વિજયનો ઉત્સાહ ચરમસીમાએ હતો. આ ખાસ સાંજે તેમનો પ્રવેશ યાદગાર રહ્યો. વિજય અને રશ્મિકા હાથમાં હાથ નાખીને કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. આ સ્થળને તેમના ફોટાવાળા મોટા પોસ્ટરો અને બેનરોથી શણગારવામાં આવ્યું હતું. માહોલ પ્રેમ અને ખુશીથી ભરેલો બની ગયો. મહેમાનોએ બંનેને એકસાથે તાળીઓ પાડીને વધાવી લીધા. હાસ્ય, સંગીત અને પરિવારનો સાથ આ ક્ષણને વધુ યાદગાર બનાવી દે છે. આ કાર્યક્રમ દરમિયાન એક ભાવુક પણ બની જ્યારે વિજયની માતાએ રશ્મિકાને પરંપરાગત ખાનદાની બંગડીઓ ભેટમાં આપી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''હજુ ઘણાં ગીતો પૂરા કરવાના છે'', શું પ્લેબેક સિંગિગમાં અરિજીત સિંહની વાપસીના મૂડમાં?
ADVERTISEMENT
રશ્મિકાની આવનારી ફિલ્મ ધ ગર્લફ્રેન્ડના નિર્દેશક રાહુલ રવિન્દ્રન અને એક્ટ્રેસ આશિકા રંગનાથ પણ આ ખાસ લગ્નના ભાગ બનેલા ઉદયપુર પહોંચી ચુક્યા છે. ફિલ્મ પેલી ચુપુલુ માં વિજય સાથે કામ કરી ચુકેલા નિર્દેશક તરુણ ભાસ્કર અને અભિનેત્રી ઇશા રેબ્બા પહોંચનારા પહેલા મહેમાનો સામેલ છે. આ ઉપરાંત કપલના લગભગ દોસ્ત અને સ્ટાલિસ્ટ શ્રાવ્યા વર્મા પણ વેડિંગ વેન્યૂ પર નજર આવશે. વાત ગોસિપ ગલિયારોની કરીએ તો ખબર છે કે કબીર સિંહ અને એનિમલ જેવી ફિલ્મો બનાવી ચુકે ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, અલ્લૂ અર્જુન, સલમાન ખાન, કરણ જોહર, વિક્કી કૌશલ, કૃતિ સેનન અને રણબીર કપૂર પણ લગ્નમાં સામેલ થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.