બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''હજુ ઘણાં ગીતો પૂરા કરવાના છે'', શું પ્લેબેક સિંગિગમાં અરિજીત સિંહની વાપસીના મૂડમાં?
Last Updated: 10:47 AM, 25 February 2026
પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના લગભગ એક મહિના પછી, અરિજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને ચાહકો માટે પોતાના દિલની વાત લખી છે. આ પોસ્ટ બાદ, સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે અરિજીત નિવૃત્તિ લેવાનો નિર્ણય બદલી શકે છે. અરિજીતે પોતાની પોસ્ટમાં એક લાઇન લખી છે, જેના કારણે આવી અટકળો શરૂ થઈ છે. આવો જાણીએ કે અરિજીતે પોતાની પોસ્ટમાં શું કહ્યું છે.
ADVERTISEMENT
અરિજીતે લખ્યું, "આ સંદેશ ફક્ત મારા શ્રોતાઓ માટે છે. જો તમે મારા શ્રોતાઓમાંથી એક નથી, તો કૃપા કરીને આ વાંચશો નહીં અને તરત જ સ્વાઇપ કરીને દૂર જાઓ. આ એક નમ્ર વિનંતી છે. હેલો, પ્યારા લોકો ! હું ફક્ત બધાને કહેવા માંગુ છું કે હું તમને બધાને પ્રેમ કરું છું." આ ક્રૂર દુનિયામાં તમારા પ્રેમ બદલ આભાર. મેં નવા અસાઇમેન્ટ લેવાનું બંધ કરી દીધું છે, પણ તમે જાણો છો કે બાકી રહેલા ગીતોની યાદી ટૂંકી નથી. મારે હજુ ઘણા ગીતો પૂરા કરવાના છે."

ADVERTISEMENT
અરિજીતે આગળ લખ્યું, "લોકોને સમજાવવામાં સમય બગાડો નહીં, તમારે કેટલી વાર સમજાવશો? ઘણા બધા અધૂરા ગીતો છે જે પૂર્ણ ન થાય ત્યાં સુધી રિલીઝ થતા રહેશે. કદાચ આખું વર્ષ. કદાચ આવતા વર્ષ સુધી પણ. શાંત રહો. આ પ્લેટફોર્મથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. તમારા શરીરમાંથી સ્પાઇક પ્રોટીન દૂર કરો, 5 ગ્રામ છોડી દો, વાંચો, પ્રેમ કરો અને ધ્યાન કરો."
નિવૃતિથી પરત ફરવાની આશા કેમ?
ADVERTISEMENT
અરિજીતની પોસ્ટમાં અહીં સુધી બધું બરાબર છે, પરંતુ આ પછી તેણે કંઈક એવું લખ્યું જેના કારણે લોકો તેના નિવૃત્તિમાંથી પાછા ફરવા અંગે અટકળો કરવા લાગ્યા. અરિજિતે લખ્યું, "કોણ જાણે આગળ શું થશે." સોશિયલ મીડિયા યુઝર્સે આ વાક્યને ધ્યાનમાં લીધું અને કહેવા લાગ્યા કે અરિજિત કદાચ પોતાનો વિચાર બદલી શકે છે.
આ પણ વાંચોઃ વિજય- રશ્મિકાના લગ્નમાં સામેલ થશે આ સ્ટાર્સ, જાણો ક્યા સેલેબ્રિટી પહોંચ્યા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અરિજિતે 28 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. આ ખબરે તેના બધા ચાહકોના દિલ તોડી નાખ્યા, કારણ કે અરિજિત એક એવો ગાયક છે જેનો અવાજ સીધો લોકોના હૃદય સુધી પહોંચે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.