બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / વિજય- રશ્મિકાના લગ્નમાં સામેલ થશે આ સ્ટાર્સ, જાણો ક્યા સેલેબ્રિટી પહોંચ્યા
Last Updated: 09:18 AM, 25 February 2026
સાઉથ સિનેમાની સૌથી પોપ્યુલર જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નના પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઝીલોના શહેર ઉદયપુરમાં શરુ થઇ ગયા છે. લાંબા સમય બાદ ફેન્સનો આ પસંદગી કપલ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. આ દરમિયાન કપલ ફેન્સને VIROSH સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. વિજય-રશિમકા પોતાના પરિવાર અને નજીકના મિત્રોની સાથે ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાન પહોંચી ચુક્યા છે. અહીં ચાલી રહ્યા ઇન્ટિમેટ ફંક્શન્સની પહેલી ઝલક સામે આવી છે, જેમાં પુલ સાઇડ મસ્તીથી લઇ આલીશાન જાપાની ડિનર સુધી સામેલ છે. સામે આવેલી જાણકારી અનુસાર લગ્નના ગેસ્ટ લિસ્ટ ખૂબ જ સ્પેશિયલ રહેવાનું છે.
ADVERTISEMENT
ગેસ્ટ લિસ્ટમાં સામે આવ્યા મોટા નામ
રશ્મિકાની આવનારી ફિલ્મ ધ ગર્લફ્રેન્ડના નિર્દેશક રાહુલ રવિન્દ્રન અને એક્ટ્રેસ આશિકા રંગનાથ પણ આ ખાસ લગ્નના ભાગ બનેલા ઉદયપુર પહોંચી ચુક્યા છે. ફિલ્મ પેલી ચુપુલુ માં વિજય સાથે કામ કરી ચુકેલા નિર્દેશક તરુણ ભાસ્કર અને અભિનેત્રી ઇશા રેબ્બા પહોંચનારા પહેલા મહેમાનો સામેલ છે. આ ઉપરાંત કપલના લગભગ દોસ્ત અને સ્ટાલિસ્ટ શ્રાવ્યા વર્મા પણ વેડિંગ વેન્યૂ પર નજર આવશે. વાત ગોસિપ ગલિયારોની કરીએ તો ખબર છે કે કબીર સિંહ અને એનિમલ જેવી ફિલ્મો બનાવી ચુકે ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, અલ્લૂ અર્જુન, સલમાન ખાન, કરણ જોહર, વિક્કી કૌશલ, કૃતિ સેનન અને રણબીર કપૂર પણ લગ્નમાં સામેલ થઇ શકે છે.
ADVERTISEMENT
પુલ પાર્ટી અને જાપાની ખાવાની મજા
ઉદયપુરમાં દિવસની શરુઆત એક એનર્જેટિક પુલ પાર્ટી અને મજેદાર ગેમ્સ સાથે થઇ, જ્યાં વિજય અને તેના દોસ્તોનું બોડિંગ જોવા મળ્યું. તો બીજી તરફ સાંજે એક સુંદર અને પર્સનલાઇઝ્ડ ડિનરનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહેમાનો માટે ખાસ કરીને જાપાની કુઝીન વાળુ મેનુ કાર્ડ તૈયાર કરવામાં આવ્યુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ The Kerala Story 2 પર ચાલી સેન્સર બોર્ડની કાતર, CBFCએ કર્યા 16-16 ફેરફાર
દુલ્હનની જેમ સજાવ્યુ વિજયનું ઘર
ADVERTISEMENT
ફેન્સ સોશિયલ મીડિયા પર સતત ઇન સેલેબ્સની એક્ટિવિટી પર નજર રાખે છે. લગ્નના ઓફિશિયલ એલાન પહેલા જ હૈદરાબાદમાં વિજય દેવરકોંડા ઘરને રોશનીથી સજાવી દીધુ છે. મંગળવારની સવરે વિજય અને રશ્મિકાને હૈદરાબાદ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ છે. જ્યા તે વિજયના ભાઇ આનંદ દેવરકોંડા અને અમુક બાળપણના મિત્રોની સાથે ઉદયપુર માટે રવાના થયા. ઉદય પુર પહોચતા સ્ટાર્સનું આવવાનું શરુ થઇ ગયુ છે. આ લગ્નને ઓક્ટોબર 2025માં થયેલા કપલની સગાઇ જેવો જ ફક્ત પ્રાઇવેટ રાખવામાં આવ્યો છે. પરંતુ ફિલ્મ ઇન્ડર્સ્ટ્રી માટે આ જાણીતા ચહેરાની હાજરી પ્રસંગને વધુ ખાસ બનાવે છે.
કપલના સૂત્રએ જણાવ્યું કે " માત્ર પરિવારના અંગત લોકો અને નજીકના મિત્રોને જ લગ્નમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. કપલની લગ્ન પહેલાની પ્રી વેડિંગ રિવાજો થઈ ચૂક્યા છે. એક રિવાજમાં રશ્મિકાના મામાના પરિવારના લોકોની રશ્મિકાના ઘરે અને બીજી રસ્મ વિજયના પરિવારની. જેનાથી બંનેના પરિવારના રિવાજોનું સન્માન થયું છે. રશ્મિકા વિજયએ તેમના મિત્રોને હેન્ડ રિટન નોટ્સ મોકલીને લગ્નમાં ગિફ્ટ્સ નહીં લાવવા માટે જણાવ્યું છે. માત્ર આશીર્વાદ આપવા કહ્યું છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.