બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Rakshabandhan Muhurat: If rakhi is not tied at night, Muhurat is for 1 hour and 12 minutes at this time.

રક્ષાબંધન 2023 / રક્ષાબંધન મુહૂર્ત : રાત્રે રાખડી ન બાંધવી હોય તો આટલા વાગ્યે 1 કલાક 12 મિનિટ માટે છે મુહૂર્ત

Dinesh

Last Updated: 07:58 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

rakshabandhan 2023 : આજે 30 ઓગસ્ટે ભદ્રા આખો દિવસ રહેશે જેના કારણે આ ભાઈ-બહેનના તહેવારને બે તારીખોમાં વહેંચવામાં આવ્યો છે, રક્ષાબંધન 30 ઓગસ્ટની રાત્રે અને 31 ઓગસ્ટની સવારે ઉજવવામાં આવશે.

  • બેનનો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે રક્ષાબંધન
  • સૂર્યોદય પછી ભદ્રા પૂછ કાળમાં શરૂ થાય છે
  • રાખડી બાંધતી વખતે મંત્રનો જાપ કરો


રક્ષાબંધન 2023 : આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાના  પડછાયા વચ્ચે ઉજવવામાં આવશે. આજે 30 ઓગસ્ટે ભદ્રા આખો દિવસ રહેશે. જેના કારણે આ ભાઈ-બહેનના તહેવારને બે તારીખોમાં વહેંચવામાં આવ્યો છે. રક્ષાબંધન 30 ઓગસ્ટની રાત્રે અને 31 ઓગસ્ટની સવારે ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર ભાદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવી અયોગ્ય માનવામાં આવે છે. એક લોકપ્રિય દંતકથા અનુસાર, શૂર્પણખાએ રાવણને રાખડી બાંધી હતી જે ભદ્રાનો સમયગાળામાં હતો. લંકેશનું સમગ્ર રાજ્ય બરબાદ થઈ ગયું હતું. તમે જાણો છો કે ભદ્રા કાળમાં એક એવો સમય હોય છે જેમાં ભાઈને રાખડી બાંધી શકાય છે

સૂર્યોદય પછી ભદ્રા પૂછ કાળમાં શરૂ થાય 
જ્યોતિષી ચાર્યએ ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવાનો સમય અને નિયમો જણાવ્યું છે. જ્યોતિષના મતે ભદ્રાની છેલ્લા સમયગાળા દરમિયાન ભાઈને રાખડી બાંધી શકાય છે. આ સમયગાળા દરમિયાન ભદ્રાની અસર ઓછી થાય છે અને જેઓ રક્ષાબંધન ઉજવે છે તેમના પર તેની અસર થતી નથી. સૂર્યોદય પછી ભદ્રા પૂછ કાળમાં શરૂ થાય છે.

ભદ્રા પુછ કેટલા વાગે છે
જ્યોતિષના જણાવ્યાનુસાર કે, 30 ઓગસ્ટના રોજ સાંજે 5.19 વાગ્યાથી ભદ્રા પુચ્છ શરૂ થાય છે અને સાંજે 6.31 વાગ્યે સમાપ્ત થશે. ખાસ પરિસ્થિતિમાં જેઓ રક્ષાબંધન ઉજવે છે તેઓ ભદ્રા પુચ્છ સમયગાળા દરમિયાન તેમના ભાઈને રાખડી બાંધી શકે છે. જે લોકો આ સમયગાળો ચૂકી જાય છે તેમને રાખડી બાંધવાનો શુભ મૂહુર્ત ત્યારે જ મળશે જ્યારે ભદ્રા 9.2 મિનિટ પછી સમાપ્ત થશે.

રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ કરો રક્ષાબંધન
રક્ષાબંધનનો રક્ષા સૂત્ર લાલ, પીળા અને સફેદ રંગનું હોવું જોઈએ. રક્ષાસૂત્ર એટલે કે, રાખડી મંત્રનો જાપ કરતા હંમેશા બાંધવી જોઈએ. આ દિવસે જ્યારે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે, ત્યારે येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबलः। तेन त्वाम रक्ष बध्नामि, रक्षे माचल माचल:। આ મંત્રનો જાપ કરવો જોઈએ.

rakshabandhan2023 : Today binds the love of brothers and sisters with an unbreakable thread of silk

30 ઓગસ્ટના રોજ ભદ્રા કાળ
શ્રાવણ પૂર્ણિમા 30 ઓગસ્ટના રોજ સવારે 10.59 કલાકે શરૂ થશે. આ સાથે જ ભદ્રાનો સમયગાળો શરૂ થશે. જે રાત્ર 9:02 વાગ્યા સુધી ચાલશે, એટલે કે 30 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળના લગભગ 10 કલાક રહેશે.

ભદ્રાનો પડછાયો ક્યારે મુશ્કેલીમાં વધારો કરે છે?
જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે, ત્યારે ભદ્રા સ્વર્ગમાં હોય છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ કે મકર રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પાતાળ લોકમાં હોય છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય ત્યારે ભદ્રા પૃથ્વી પર હોય છે. આ વખતે ભદ્રા કુંભ રાશિમાં દેખાઈ રહ્યો છે. એટલા માટે તેની અસર પૃથ્વી પર વધુ રહેશે.

Bens wish for brother means Rakshabandhan, know when is the auspicious time to tie rakhi

રક્ષાબંધનની શરૂઆત ?
રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે. શિશુપાલને તેની ભૂલોની સજા આપવા માટે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર પણ વાગી ગયું હતુ. ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડી માંથી ભગવાન શ્રીકૃષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રોપદીને કહ્યું કે, ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રોપદીને વચન આપ્યું. જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદીના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રોપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી. ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ