બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / rakesh jhunjhunwala portfolio banking stock federal bank share

બિગ'બુલ' / રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીનો સ્ટૉક! 86 રૂપિયાના શેર કરી શકે છે માલામાલ, જાણો શું છે કારણ?

Hiren

Last Updated: 05:56 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારના બાદશાહ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021ની ત્રિમાહીમાં ફેડરલ બેંકમાં પોતાની ભાગીદારી અંદાજિત 0.40 ટકા વધારી દીધી છે. જેનાથી હવે તેમનો પોર્ટફોલિયોમાં ફેડરલ બેંકના 75 લાખ શેર જોડાઇ ગયા છે. એટલે બિગ બુલને આ શેર પર ભરોસો છે.

  • રાકેશ ઝુનઝુનવાલાની હોલ્ડિંગ વાળા શેર
  • ઝુનઝુનવાળાના પોર્ટફોલિયોમાં 75 લાખ શેર જોડાયા
  • 86 રૂપિયાનો આ શેર કરી શકે છે માલામાલ

ગત છ મહિનાથી આ બેંકિંગ શેર 70 રૂપિયાથી 90 રૂપિયા વચ્ચે છે અને ઇન્વેસ્ટર્સને વધુ રિટર્ન નથી આપવામાં આવ્યું, છતા પણ આ ઝુનઝુનવાલાના પસંદગીના શેરમાં છે. ફેડરલ બેંકની જુલાઈ 2021ની શેરહોલ્ડિંગ અનુસાર, બિગ બુલે આ સ્ટૉક પર પોતાનો ભરોસો કાયમ રાખ્યો છે અને ફેડરલ બેંગમાં પોતાની ભાગીદારી બનાવીને રાખી છે.

રાકેશ ઝૂનઝૂનવાલાની હોલ્ડિંગ વાળા શેર

તમને જણાવી દઇએ કે, રાકેશ ઝુનઝુનવાલાની હોલ્ડિંગ વાળા આ સ્ટૉક Q2FY22ના મજબૂત નંબરો બાદ ઉપર તરફ વધવાનો ઇશારો કરી રહ્યા છે. ત્યારે, શેરબજારના એક્સપર્ટ્સનુ માનીએ તો ફેડરલ બેંકે મજબૂત વેપારી મોમેન્ટ બતાવ્યો છે અને આના શેર આવનારા સમયમાં મોટો ઉછાળો આપી શકે છે.

જાણો શું કહે છે રિપોર્ટ?

રિપોર્ટનું માનીએ તો તિમાહી આધાર પર ડિપૉઝિટ 2.5 ટકાની વૃદ્ધિની સાથે 1,68,743 કરોડ રૂપિયા થઇ ગઇ છે જ્યારે તિમાહી આધાર પર CASA રેશિયો 135 BPS સુધરીને 36.16 ટકા થઇ ગયો છે. આ સમયે બિઝનેસ મોમેન્ટમાં સુધારા સાથે ફેડરલ બેંક માટે ઇસેક ક્વોલિટી અને ક્રેડિટ ખર્ચમાં ઘટાડો થવાની આશા કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ