બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Cyber Crime Police Arrests Fake Police

રાજકોટ / વધુ એક નકલી અધિકારીની ધરપકડ: કમરે એર ગન લગાવી પોલીસ ઓફિસર તરીકે જમાવતો રોફ

Malay

Last Updated: 09:53 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે કમરે એરગન લગાવી લોકોને 'અંડર કવર' ઓફિસરની ખોટી ઓળખ આપનારા યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેના ઘરેથી એરગન, નકલી આઈડી કાર્ડ કબજે કર્યા છે.

 

  • નકલી પોલીસ ઓફિસર ઝડપાયો
  • આરોપી પાસેથી નકલી ID કાર્ડ પણ મળ્યું
  • બંદૂક પણ સાથે રાખીને ફરતો હતો આરોપી

રાજ્યમાં નકલી પોલીસકર્મીઓનો સીલસીલો વધતો જાય છે. પોલીસની વર્ધી પહેરીને લોકો પોતાની ધાક જમાવી રહ્યા છે, તો ક્યાંક અસલી પોલીસને બદનામ કરતા હપ્તા ઉધરાવી રહ્યા છે, જ્યારે રાજકોટમાંથી વધુ એક નકલી પોલીસ ઓફિસરને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. સાઈબર ક્રાઈમના 'અંડર કવર' ઓફિસરની છાપ ઉભી કરનાર આરોપીને પોલીસે  જેલહવાલે કર્યો છે. 

સાયબર ક્રાઈમે કરી 19 વર્ષીય યુવકની ધરપકડ
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે શહેરના કાલાવડ રોડ પર આવેલ વામ્બ આવાસ ક્વાર્ટરમાં રહેતા 19 વર્ષીય સાહિત અનિલભાઈ મુલીયાણા નામના યુવકની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે યુવકના ઘરેથી એર ગન, પોલીસનું નકલી આઈડી કાર્ડ પણ જપ્ત કર્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુવાનને અંડર કવર પોલીસ ઓફિસર બનવાનો અભરખો હતો. ડિપ્લોમા એન્જિનિયરિંગ બાદ સાયબર ક્રાઈમ ઓફિસર બનવું હતું. 

લોકોને આપતા હતો પોલીસ અધિકારીની ઓળખ
તેણે કોઈપણ પરીક્ષા આપ્યા વગર જ સાયબર ક્રાઈમના ફેઈક અંડર કવર ઓફિસરનો સ્વાંગ રચી લીધો હતો. તે લોકોને પોતે પોલીસ અધિકારી હોવાની ઓળખ આપતો હતો. ખોટી ઓળખ આપી કામની 'પતાવટ' કરતો હતો. એટલું જ નહીં તે કિરણ પટેલની જેમ જ નકલી અધિકારી તરીકે અનેક કોલેજોમાં સેમીનર પણ ભરી આવ્યો છે.  સાહિલે પોતાના રહેણાંક મકાન ઉપર પણ સાયબર ક્રાઇમ ગુજરાત પોલીસનું બોર્ડ લગાવ્યું હતું. આ ઉપરાંત તેણે નકલી આઈડી કાર્ડ પણ બનાવડાવ્યું હતું. 

યુવકને કર્યો જેલહવાલે
હાલ પોલીસે તેને જેલના હવાલે કરીને વધુ તપાસ હાથ ધરી છે.  આ ઉપરાંત પોલીસે આરોપીએ કોઈને નિશાન બનાવી પૈસા પડાવ્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ