બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વધુ એક ભાજપ નેતા પર લાગ્યા ગંભીર આક્ષેપ, પોલીસ પણ ફરિયાદ ન લેતા ભત્રીજીએ કાઢી હૈયાવરાળ

આક્ષેપ / વધુ એક ભાજપ નેતા પર લાગ્યા ગંભીર આક્ષેપ, પોલીસ પણ ફરિયાદ ન લેતા ભત્રીજીએ કાઢી હૈયાવરાળ

Last Updated: 11:12 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ભાજપ નેતા પર મિલકત પડાવવાના આક્ષેપ લાગ્યા છે. પારિવારિક મિલકત પડાવી લેવાનો ભાભીએ આક્ષેપ કર્યો છે.

રાજકોટ શહેરના જાણીતા અને જસદણ ભાજપના પ્રભારી દિનેશ અમૃતિયા વિરુદ્ધ તેમના જ કુટુંબના સભ્યો દ્વારા મિલકત પડાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દો પરિવારિક હોવા છતાં રાજકીય અસરના કારણે વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

ભાભી તથા ભત્રીજીએ લગાવ્યા આક્ષેપ

દિનેશ અમૃતિયા સામે આક્ષેપ તેમની ભાભી તથા ભત્રીજીએ લગાવ્યા છે. તેઓના કહેવા મુજબ, દિનેશભાઈએ તેમના ભાઈના મૃત્યુ બાદ પરિવારિક મિલકત ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવવાનો પ્રયાસ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે દિનેશ અમૃતિયાના ભાઈનું લગભગ 11 મહિના પહેલા નિધન થયું હતું.

પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ

મૃતક ભાઈની દીકરી, જે હાલમાં મુંબઈમાં રહે છે, તેણે સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા ન્યાયની માંગ કરી છે. તેણે જણાવ્યું કે, મારા પપ્પાની મિલકત ઉપર અમારા સગા મોટા બાપા દિનેશ અમૃતિયા કબજો જમાવી રહ્યાં છે. તેમજ મોટા બાપા અને ભાઈ રાજકીય વગ ધરાવતા હોય પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.

આ પણ વાંચોઃ કાળજું કંપાવતા CCTV: પાટણમાં રસ્તો ક્રોસ કરતા સાયકલસવારની રીક્ષા સાથે ભયંકર ટક્કર

ભાજપના પ્રભારી હોવાના કારણે દિનેશ અમૃતિયા વિરુદ્ધના આક્ષેપોને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. હાલમાં પક્ષ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Dinesh Amrutia Rajkot BJP Leader
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ