બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot: A new twist in the misdemeanor case, Suraj Bhuvaji uploaded on his Instagram VIDEO

ખુલાસો / રાજકોટ: દુષ્કર્મ કેસમાં નવો વળાંક, સુરજ ભુવાજીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો VIDEO

Vishnu

Last Updated: 10:32 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ દિવસ પહેલા જૂનાગઢની એક યુવતીએ સૂરજ ભૂવા પર દુષ્કર્મનો આરોપ મૂકી જિંદગી ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો

  • અંધશ્રદ્ધાનું પરિણામ, આવા ભૂવા પર વિશ્વાસના કરતાં
  • લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યો ભૂવાએ મારી જિંદગી નર્ક કરી: પીડિતા
  • મને બદનામ કરવાનું રહેવા દો ભૂવાએ વીડીયો કર્યો વાયરલ

જૂનાગઢની એક યુવતી રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, સુરજ ભુવાજીએ તેની વિરૂદ્વ સતત 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સુરજ ભુવાજી જૂનાગઢ સ્થિત પોતાના નિવાસ્થાનને ફરાર થઈ ગયો હતો. જો કે, હવે સોશિયલ મીડિયામાં સુરજ ભુવાજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પતો નિર્દોષ હોવાનું જણાવ્યું છે. 

હું નિર્દોષ છું મને બદનામ કરવામાં આવી રહ્યોછે: સૂરજ ભૂવો
જૂનાગઢની યુવતી એ થોડા દિવસ પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે ભૂવાએ મારી જિંદગી નર્ક કરી નાખી છે. ભૂવાને કારણે હું રીબાઈ રીબાઈને જીવી રહી છું.આ કેસમાં ગઈકાલે નવો વળાંક આવ્યો છે. ભૂવો એવું કહે છે.હું નિર્દોષ છું મને બદનામ કરવામાં આવી રહ્યોછે ..અમુક પુરાવા લઈને હું પોલીસ સ્ટેશન હાજર થઈ જઈશ.યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી જેથી ફ્લેટ કારસો રચવામાં આવ્યો હોય તેવો આ ઢોંગી ભૂવો વીડિયો સોશિયલ મીડિયા મૂકી આરોપ કરી રહ્યો છે.

સુરજ ભુવાજી વિરુદ્ધ નોંધાયો છે દુષ્કર્મનો કેસ
ત્રણ દિવસ પહેલા જૂનાગઢની એક યુવતી ભૂવાના પરિચયમાં આવતા જ ભૂવાએ નજર બગાડી અને સતત 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યા બાદ મને તરછોડી, અમદાવાદ ચાલ્યો ગયો છે. મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી. આવું લખીને જૂનાગઢની એ યુવતીના જે રાજકોટમાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો  ઝેરી દવા ગટગટાવ્યા પહેલા એક સુસાઈડ નોટ પણ સોશીયલ મીડિયામાં વાયરલ કરતા સૂરજ ભૂવાજીએ ગર્ભ રાખી દીધો હોવા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીડિતાએ સોશિયલ મીડિયામાં સ્યુસાઈડ નોટ લખ્યું હતું કે, મને અંધારામાં રાખીને સતત 10 જેટલા મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. દરમિયાન મને ગર્ભ પણ રહી ગયો હતો. આ ખબર પડતા જ મને દવા આપી દીધી. અને છેલ્લા એક મહિનાથી મને છોડીને અન્યત્ર ચાલ્યો ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Rape Case Suraj Bhuvaji Video viral rajkot અંધશ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ ખુલાસો દુષ્કર્મ કેસ રાજકોટ વાયરલ વીડિયો સૂરજ ભુવાજી Suraj Bhuvaji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ