બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / Rajasthan Exit Poll 2023 Live: 3 exit polls in Rajasthan gave good news to BJP, how many seats will Congress get?
Last Updated: 08:20 PM, 2 December 2023
ADVERTISEMENT
રાજસ્થાનમાં કોની સરકાર બનશે તે 3જી ડિસેમ્બરે મતગણતરી પછી જ સ્પષ્ટ થશે, પરંતુ એક્ઝિટ પોલના ડેટા પરથી ચોક્કસ સંકેત મળી શકે છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે 199 બેઠકો પર મતદાન થયું હતું. અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ ત્રણ દાયકા જૂની પરંપરા તોડીને સતત બીજી વખત સરકાર બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ વિપક્ષમાં બેઠેલી ભાજપને વિશ્વાસ છે કે આ વખતે જનતા તેને તક આપશે. રાજસ્થાનમાં લગભગ 75 ટકા મતદાન થયું હતું. પોકરણ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 87.79 ટકા મતદાન થયું હતું. તિજારા 85.15 ટકા મતદાન સાથે બીજા ક્રમે છે. મારવાડ જંકશન વિધાનસભા ક્ષેત્રમાં સૌથી ઓછું 61.10 ટકા મતદાન નોંધાયું હતું.

ADVERTISEMENT
રાજસ્થાનમાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો
રાજસ્થાનમાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો છે. જોકે, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M), ભારત આદિવાસી પાર્ટી, જનનાયક જનતા પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી જેવા પક્ષોએ પણ હરીફાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
| એક્ઝિટ પોલ | BJP | CONGRESS | OTH |
| પોલસ્ટ્રેટ | 100-110 | 90-100 | 00 |
| જન કી બાત | 100-122 | 62-85 | 14-15 |
| ન્યૂઝ18 | 111 | 74 | 14 |
| ટાઈમ્સ નાઉ | 108-128 | 56-72 | 13-21 |
| ઈન્ડિયા ટુડે | 80-100 | 86-106 |
ADVERTISEMENT

પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ
ADVERTISEMENT
પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલમાં પણ રાજસ્થાનમાં ભાજપને લીડ મળી રહી છે. ભાજપને 100 થી 110 બેઠકો મળવાની ધારણા છે. કહેવાય છે કે કોંગ્રેસને 90થી 100 બેઠકો મળશે.
જન કી બાત' એક્ઝિટ પોલ
ADVERTISEMENT
'જન કી બાત' એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપ સરકારની આગાહી કરવામાં આવી છે. ભાજપને 100-122 બેઠકો મળવાની આશા છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 62થી 85 સીટો આપવામાં આવી છે. અન્યને 14-15 બેઠકો મળવાનું અનુમાન છે.
ન્યૂઝ18ના એક્ઝિટ પોલ
ન્યૂઝ18ના એક્ઝિટ પોલમાં ભાજપને રાજસ્થાનમાં 111 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. કોંગ્રેસને 74 અને અન્યને 14 બેઠકો મળવાનું કહેવાય છે.
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભાજપને 108થી 128 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 56થી 72 બેઠક મળવાનું અનુમાન. જ્યારે 13-21 બેઠકનું અનુમાન અન્યને મળી શકે છે.
ઈન્ડિયા ટુડે એક્ઝિટ પોલ્સ
ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ્સ, એક્સિસ માય ઈન્ડિયાએ રાજસ્થાનમાં નજીકની હરીફાઈની આગાહી કરી છે. ભાજપને 80-100 અને કોંગ્રેસને 86-106 બેઠકો મળવાનું અનુમાન છે.
એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલ્સ
એબીપી ન્યૂઝ-સીવોટરના એક્ઝિટ પોલમાં અંદાજ છે કે રાજસ્થાનમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી શકે છે. ભાજપને 94થી 114 બેઠકો મળવાનું કહેવાય છે. કોંગ્રેસને 71-91 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને 9-19 બેઠકો મળી શકે છે.
ઇન્ડિયા ટીવી એક્ઝિટ પોલ્સ
ઈન્ડિયા ટીવી-સીએનએક્સના સર્વે અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસને આગળ છે. કોંગ્રેસને 94-104 બેઠકો મળવાનું અનુમાન છે. કહેવાય છે કે ભાજપને 80-90 બેઠકો મળશે. અન્યને 14-18 બેઠકો મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.