બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Rainy weather in Gujarat for next 10 days, Ambalal and Meteorological department same forecast, India beats Pakistan

2 મિનિટ 12 ખબર / આવનાર 10 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ, અંબાલાલ અને હવામાન વિભાગની એક સરખી આગાહી, ભારતે પાકિસ્તાનને પછાડ્યું

Dinesh

Last Updated: 07:18 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. ૧૬ સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે સુરતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. ૧૩ સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે.

Dont despair: A new rain system is in the making in Gujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે.તેઓએ ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે.  14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

 વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે. વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા આજે ભાજપ કાર્યલય ખાતે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા, જ્યાં સૌથી પહેલા તેઓની શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિજય શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ નામોની જાહેરાત કરાઈ છે.અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં  આવી છે. કોર્પોરેશન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

Ahmedabad News: ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તહેવારો દરમિયાન ઉચકાયેલા શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. માર્કેટમાં શાકભાજીની આવક થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે ગૃહિણીઓને હાશકારો થયો છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા અને ગૃહિણીનું રસોઇનું બજેટ ખોરવાઇ ગયું હતું. પરંતુ શાકભાજીની આવક થતાં ભાવમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ગૃહિણીઓને હવે રાહત થઇ છે. પહેલા એક કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયા હતો, જે ભાવ હવે હોલસેલ માર્કેટમાં રૂ.7થી 10 સુધી પહોચ્યો છે. માર્કેટમાં શાકભાજીની સારી આવક થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે ગૃહિણીઓ ખુશ-ખુશ થઈ ગઈ છે, તો શાકભાજીના ભાવો એકાએક તળિયે બેસી જતાં ખેડૂતોને સારી આવકની આશા પર પાણી ફરી વળ્યું છે.

Relief news for housewives: Vegetable prices come down

Statement Of MLA Fatesinh Chauhan: સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવી દેવાયા છે. જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે હવે ભાજપના ધારાસભ્યનું પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયને પૈસા ભેગા કરવાની સંસ્થા કહી છે.કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સ્ટેજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરી રહ્યા છે.

 Politics News : લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. રાજ્યના તમામ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે વિવિધ નેતાઓને જવાબદારી સોંપી છે. અત્રે જણાવીએ પ્રભારી મુકુલ વાસનીકના ગુજરાત પ્રવાસ બાદ વિવિધ નેતાઓને જિલ્લા વાઈઝ જવાબદારી સોંપાઈ છે. જેમાં AICC મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

Congress entrusted the responsibility of various Lok Sabha seats of Gujarat to various leaders

Sabarkantha news : ગુજરાતમાં વધુ એક કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે વિરુદ્ધ જમીનમાં ગેરરીતિ કરી હોવાની ફરિયાદ નોંધાતા જિલ્લામાં હંડકંપ મચ્યો છે. અત્રે જણાવીએ કે, નૈમેશ દવે વિરુદ્ધ ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ નોંધાઈ છે.આપને વિગતે જણાવીએ કે, જે ફરિયાદમાં સરકારી તિજોરીને નુકસાન કરવાનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટના વકીલે પુરાવા સાથે ફરિયાદ કરી છે. તલોદમાં 15 વીઘા જમીન મામલે કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટર સહિત ચીટનીશ હર્ષ પટેલ ભૂ-માફિયા સાથે સાંઠ ગાંઢ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

A complaint was registered against the Collector of Sabarkantha, Naimesh Dave, alleging wrongdoing in the land

ભાદરવી પૂનમ મહામેળો અંબાજી: યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. ત્યારે અંબાજીના ભાદરવી પૂનમના મેળાને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ આઠમ તા.23-09-2023થી લઈને ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023 સુધી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અંબાજી મંદિરમાં સવારના 6 વાગ્યે આરતી થશે અને સવારના 6.30થી લઈને 11.30 વાગ્યા સુધી દર્શન થશે. જે બાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે.

Darshan and Aarti timings have been changed in Ambaji temple

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સામાન્ય લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર 17મી સપ્ટેમ્બરે એટલે કે પીએમ મોદીના જન્મદિવસે આયુષ્માન ભવ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી હતી.માંડવિયાએ કહ્યું કે આરોગ્ય મંત્રાલય આયુષ્માન ભવ નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યું છે જે તમામ સરકારી આરોગ્ય યોજનાઓને દરેક હેતુસર લાભાર્થી સુધી પહોંચાડવા માટે છે, જેમાં છેલ્લા માઈલ પરના લોકોનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવશે અને 60,000 લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે, જે પ્રતિ વર્ષ લાભાર્થી પરિવાર દીઠ રૂ. 5 લાખનું આરોગ્ય કવરેજ પ્રદાન કરે છે.

Ayushman Bhav: Center will start this special program on PM's birthday, know who will benefit

સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે ઊતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સોનાની કિંમતમાં થોડો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 24 કેરેટનાં 10 ગ્રામ સોનાની કિંમત 59840 રૂપિયા છે. ચાંદીનાં ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો જે બાદ તેની કિંમત 74000 રૂપિયા પ્રતિકિલો છે.ગુજરાત: ચાંદી 74000 રૂપિયા/કિલો, 24 કેરેટ સોનું 59880 રૂપિયા/10 ગ્રામ મુંબઈ:  ચાંદી 74000 રૂપિયા/કિલો, 24 કેરેટ સોનું 59,830 રૂપિયા/10 ગ્રામ દિલ્હી: ચાંદી 74000 રૂપિયા/કિલો, 24 કેરેટ સોનું 59,990 રૂપિયા/10 ગ્રામ

Today gold silver price: On monday, gold price got cheaper and silver price raised by 500 rupees

Asia Cup 2023: India Vs Pakistan: ભારતની ભવ્ય જીત, પાકિસ્તાનને 128 રનમાં પેવેલિયન ભેગું કર્યું હતું, 228 રનથી મહાજીત, કુલદીપ યાદવે 5 વિકેટ ખેરવી હતી. એશિયા કપ 2023માં ભારતીય ટીમનું કામ સતત વરસાદે બગાડ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમી હતી. જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન ફરી વચ્ચે મેચ રમાઈ હતી.આ મેચ 10 સપ્ટેમ્બરે યોજાવાની હતી, પરંતુ વરસાદે ફરી વિઘ્ન સર્જ્યું હતું. જે પછી મેચ રિઝર્વ ડે (11 સપ્ટેમ્બર) પર રાખવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનથી ખરાબ રીતે હરાવ્યું છે. મેચના હીરો વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ રહ્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ