બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rainfall in delhi - ncr rain alert in 17 states

આગાહી / મેઘો ગમે ત્યારે વરસશે! હવામાન વિભાગે આ 17 રાજ્યોને કર્યા એલર્ટ, આગાહી જાણી લેવી જરૂરી

Khevna

Last Updated: 09:39 AM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી - NCRની સ્થિતિ મૂશળધાર વરસાદને કારણે બેહાલ છે, જ્યારે હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જાણો વિગતવાર

  • વરસાદથી બેહાલ દિલ્હી - NCR 
  • ઠેર ઠેર ભરાયા પાણી, ટ્રાફિક જામ 
  • 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી  

 વરસાદથી બેહાલ દિલ્હી - NCR 

ઉત્તરથી લઈને દક્ષીણ સુધી ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ ત્રાટક્યો છે. દિલ્હી-NCRથી લઈને મુંબઈ સુધી વિભિન્ન શહેરોમાં વારસાદનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. જ્યારે, પહાડી રાજ્યોમાં પણ મૂશળધાર વરસાદ પડી  રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝીયાબાદ, નોઇડા, ગ્રેટર નોઇડા સહીત NCRમાં કાલથી અટકી અટકીને વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી - NCRમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછા વરસાદનો સિલસિલો કાયમ છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. 

હવામાન વિભાગ અનુસાર, લગભગ 17 રાજ્યોમાં ગત બે દિવસો સુધી મૂશળધાર વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે, IMDએ દિલ્હી - NCRમાં આજે, 9 ઓક્ટોબરનાં રોજ પણ વરસાદની સંભાવના જતાવી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે દેશના પૂર્વ ભાગમાં ચક્રવાતી હવાઓનું દબાણ વધ્યું છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. 

આ વિસ્તારોમાં મૂશળધાર વરસાદની સંભાવના 
દક્ષીણ - પૂર્વ દિલ્હી, નોઇડા, દાદરી, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ, માનેસર, ગોહાના, સોહાના, પલવલ, નૂંહ, હોડલ અને આસપાસના ક્ષેત્રોમાં હલ્કીથી માધ્યમ તીવ્રતનો વરસાદ પડશે. જ્યારે યૂપીનાં શામલી, મુઝફ્ફરનગર, ચાંદપુર, અમરોહા, મુરાદાબાદ, રામપુર, સંભલ, ખુર્જા, નરોરા, અલીગઢ, હાથરસ, મથુરા, એટા સહીત ઘણા વિસ્તારોમાં આવતા અમુક કલાકોમાં વરસાદ વરસશે. જ્યારે, રાજસ્થાનમાં પણ વરસાદનો સિલસિલો કાયમ છે. 

ભારતીય હવામાન વિભાગ (IMD)એ 10 ઓક્ટોબર સુધી ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીની વાત કરીએ તો દિલ્હીમાં આજે (રવિવારે) 9 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 24 અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે. 10 ઓક્ટોબરે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તાપમાનમાં પણ નજીવો વધારો જોવા મળશે. જ્યારે 12 ઓક્ટોબરથી હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને 15 ઓક્ટોબર સુધીમાં મહત્તમ તાપમાન ફરી 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

વરસાદને કરને ભરાયું પાણી 
સતત વરસી રહેલા વરસાદને કારને વિભિન્ન શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે વરસાદને કારણે અમુક રૂટ્સ પર લાંબા ટ્રાફિક જામ લાગેલા છે. સૌથી વધારે સમસ્યા નોઇડા - ગ્રેનો એક્સપ્રેસ વે, ફિલ્મ સિટી માર્ગ, ડીએનડી લૂપ, પર્થલા ગોલચક્કર પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આજે એટલે કે રવિવારે પણ આ જ સ્થિતિ રહી શકે છે. જણાવી દઈએ કે નોઇડા - ગ્રેનો એક્સપ્રેસ વે પે સેક્ટર - 96 અને 142 સામે અન્ડરપાસનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે ત્યાં પહેલાંથી જ જામ રહે છે, આ દરમિયાન વરસાદથી લાંબી લાઈનો જોવા મળે છે. 

આ રાજ્યોમાં વરસાદનું અનુમાન
આજે એટલે કે રવિવારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અંદમાન અને નિકોબાર દ્વીપ, ઉપ - હિમાલયી પશ્ચિમ બંગાળમાં હલ્કાથી માધ્યમ વરસાદનું અનુમાન છે. જયારે અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનાં અમુક હિસ્સાઓમાં તથા તટીય આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢમાં અમુક સ્થાનો પર પણ હલ્કો વરસાદ થઇ શકે છે. જ્યારે બિહાર , ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, તેલંગાના, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ