બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Rain with hail over Mahisagar, Chotaudepur and Surat

હવામાન / ગુજરાતનું વાતાવરણ ડિસ્ટર્બ, આ જિલ્લાઓમાં મનાલી જેવો માહોલ, કરા પડતાં ભરઉનાળે ઠંડીનો ચમકારો

Dinesh

Last Updated: 09:25 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે કમોસમી વરસદની આગાહી કરી હતી જેના પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મહીસાગર, છોટાઉદેપુર અને સુરતમાં કરા સાથે વરસાદ થયો છે.

  • મહીસાગરમાં ભારે પવન સાથે કરા પડ્યા
  • બોડેલીમાં કરા સાથે કમોસમી વરસાદ
  • સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો

કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. હવામાન વિભાગે કમોસમી વરસદની આગાહી કરી હતી જેના પગલે આજે રાજ્યના ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. મહીસાગર, છોટાઉદેપુર અને સુરતમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં છે.

મહીસાગરમાં કરા પડ્યા
મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. વીરપુરના ચીખલી, જોઝા, કોયડમ સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

બોડેલીમાં કરા સાથે કમોસમી વરસાદ
છોટાઉદેપુરના બોડેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.કરા પડતા ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો.

ઉમરપાડામાં કરા પડ્યાં
સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉમરપાડામાં કરા સાથે કમોસમી વરસાદ થયો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે.  માવઠાને લઇ પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સિમલા મનાલી જેવો માહોલ અહીં સર્જાયો હતો. તેમજ લોકોને શિયાળનો પણ અનુભવ થયો છે.

ગોધરામાં કરા સાથે વરસાદ
ગોધરામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ થતા મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ હતી. કમોસમી વરસાદને લઈને પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ