Meteorological department forecast: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આજે ગુજરાતના આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
હજુ ગુજરાતના માથે તોળાઇ રહ્યું છે સંકટ
ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી
આજે આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ
બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશ વેર્યો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ વિધ્ન બનીને મુશળધાર પડી રહ્યો છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવનથી જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી હતી. આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વધારી હતી.
હજુ વરસી શકે છે ભારે વરસાદઃ હવામાન વિભાગ
બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર દીવમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
19 અને 20 જૂને અહીં વરસી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 19 અને 20 દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. આ સાથે ઉમેર્યું કે, બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
જુલાઈમાં પણ ગુજરાતમાં થશે સારો વરસાદઃ અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, જુલાઈ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ થશે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની સંભાવના ઓછી છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.