બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rahul Gandhi Bharat Jodo Nyaya Yatra reached Panchmahal's Godhra

ભારત જોડો ન્યાય યાત્રા / ગોધરામાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા પેપર લીક અને ખેડૂતોના મુદ્દા, કર્યા બે મોટા એલાન, લોકસભામાં પડશે અસર

Dinesh Chaudhary

Last Updated: 05:10 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં એવો કોઈ યુવાન નથી જેને અગ્નીવિર યોજના સારી લાગતી હોય. દેશના સૈનિકોને પણ અગ્નિવિર યોજના યોગ્ય લાગતી નથી

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. ગઈકાલે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશી હતી. આજે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી રાહુલ ગાંધી પદયાત્રા યોજાઇ હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ દાહોદ બસ સ્ટેન્ડથી લાલ જીપમાં બેસી રોડશો યોજ્યો હતો. રાહુલ ગાંધીની આ યાત્રા પંચમહાલના ગોધરામાં પણ પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધી હતી.

ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
ગોધરામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી હતી. મુફ્તી આછોદી માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં જ્યાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી પણ હતી. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન નફરતનો દેશ નથી. ભારતમાં યુવાનોને રોજગાર આપવામાં આવતો નથી. નાના દુકાનદારો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. દરેક સેક્ટરમાં અત્યારે માત્ર અદાણી જ જોવા મળે છે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નાના વેપારી પાસે જતા રૂપિયા અત્યારે અદાણી પાસે થઈ રહ્યા છે. અત્યારે હથિયાર પણ અદાણીની કંપની બનાવી રહી છે 

વાંચવા જેવું: 'હવે પડકારો ઝીલવાવાળાની સંખ્યા...', લોકસભા ચૂંટણી લડવા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

'કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ ખાલી જગ્યા ભરવામાં આવશે'
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં એવો કોઈ યુવાન નથી જેને અગ્નીવિર યોજના સારી લાગતી હોય. દેશના સૈનિકોને પણ અગ્નિવિર યોજના યોગ્ય લાગતી નથી. યુવાનોને રોજગારીના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં યુવાનોને રોજગારી આપવાનો કોંગ્રેસે ગેરંટી આપી અને કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં 30 લાખ ખાલી જગ્યા ભરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પરીક્ષા તો લેવાય છે પણ પેપર ફૂટી જાય છે. પેપર લીક ન થાય તે માટે અલગ કાનૂન લાવીશું. અમારી સરકાર બનશે તો પેપર લીક થતા રોકવામાં આવશે. જો કોઈ પેપર લીક કરશે તો કડક કાર્યવાહી કરીશું. સરકારી એજન્સી પાસે જ પેપર છાપવાની છૂટ આપીશું.

'...ખેડૂતોનું દેવું માફ કરીશું'

સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપની સરકાર ઉદ્યોગપતિનું દેવું માફ કરી રહી છે. અમારી સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું.  5 હજાર કરોડ રૂપિયાનું ગરીબ યુવાનો માટે ફંડ રાખવામાં આવશે.  નવું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં માટે ગરીબ યુવાનોને મદદ કરીશું

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bharat Jodo Nyaya Yatra Lok Sabha Election 2024 Panchmahal News rahul gandhi news rahul gandhi statement Lok Sabha Election 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ