બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Congress MLA Ganeben Thakor is ready to contest Lok Sabha elections, said this about people leaving the party

Loksabha Election / 'હવે પડકારો ઝીલવાવાળાની સંખ્યા...', લોકસભા ચૂંટણી લડવા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

Vishal Dave

Last Updated: 02:46 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે જો કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો તેઓ લોકસભા ચૂંટણી લડશે

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવતા બનાસકાંઠાના રાજકારણમાં ચર્ચા શરૂ થઇ છે...વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે જો મારા કાર્યકરોની ઇચ્છા હશે અને મોવડી મંડળ મને ટીકિટ આપશે તો  તેઓ લોકસભા ચૂંટણી લડવા તૈયાર છે...

'લોકો ડર કે પછી લાલચે પાર્ટી છોડી જાય છે'

ગેનીબેને કહ્યું કે પરિવર્તન સંસારનો નિયમ છે.. પરંતુ હકીકત એ છે કે પડકારો જીલવા વાળાની સંખ્યા ઘટતી જાય છે. મુકાબલો ન કરી શકતા પક્ષ છોડી જતા રહે છે.. પક્ષના નામે ઘણુ બધુ ભોગવ્યુ હોય અને ખરા સમયે પક્ષને છોડી જનારા આ લોકોને જનતા  લોકશાહીના પતનના ભાગીદાર ગણે છે. અને આવા લોકોને વખત આવ્યે પાઠ ભણાવે છે..

આ પણ વાંચોઃ 'મારા કેટલાંક રાજકીય શત્રુઓ કે જેને....', લોકસભા ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

 

'ભાજપને કેમ કોંગ્રેસના લોકો વગર ચાલતું નથી' 

તેમણે કીધું કે જો ભાજપ એમ માનતો હોય કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા તેમની છે તો તેમને કોંગ્રેસના લોકો વગર ચાલતું કેમ નથી.  તેમણે કહ્યું કે ભાજપ કેડરબેજ પાર્ટી હોવાની વાત કરે છે પરંતું તેમાં કેડર જેવું કંઇ નથી 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ