બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / rahu transit in aries 2023 will end all sorrows of 3 zodiacs and give bumper money

રાહુ ગોચર / બસ 24 જ કલાકમાં પલટી મારશે કિસ્મત... મિથુન અને કન્યા સહિત આ રાશિના જાતકોને બમ્પર લાભ અપાવશે રાહુ

Manisha Jogi

Last Updated: 12:05 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુ જીવનમાં પરેશાની વધારવાનું કામ કરે છે. અનેકવાર રાહુ શુભ ફળ પ્રદાન કરે છે. જે રાશિના જાતકો પર રાહુની કૃપા હોય છે, તેઓ રાજનીતિ અને કૂટનીતિમાં માહિર હોય છે.

  • ગ્રહ નક્ષત્રના પરિવર્તનનું વિશેષ મહત્ત્વ
  • રાહુ મેષ રાશિમાં પ્રવેશ કરશે
  • રાહુ ગોચરથી આ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ નક્ષત્રના પરિવર્તનનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે રાહુ કેતુ 30 ઓક્ટોબરના રોજ ગોચર કરી રહ્યા છે. રાહુ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ જીવનમાં પરેશાની વધારવાનું કામ કરે છે. અનેકવાર રાહુ શુભ ફળ પ્રદાન કરે છે. જે રાશિના જાતકો પર રાહુની કૃપા હોય છે, તેઓ રાજનીતિ અને કૂટનીતિમાં માહિર હોય છે. આ વ્યક્તિ બુદ્ધમતાના જોરે ખૂબ જ કમાણી કરે છે અને રાજાશાહી જીવન જીવે છે. રાહુ ગોચરથી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

રાહુ ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે
મિથુન-
આ રાશિના જાતકો માટે રાહુ ગોચર શુભ સાબિત થશે. અનેક અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે અને માન સમ્માનમાં વૃદ્ધિ થશે. સામાજિક સક્રિયતા વધશે. નામ અને સમ્માન વધશે. જે પણ ધન અટેકલું છે, તે ધન પરત મળશે. આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો થશે. ઓફિસમાં સકારાત્મક પરિવર્તન આવશે, જેના કારણે લાભ થશે. 

કર્ક- આ રાશિના જાતકોને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જૂની સમસ્યા દૂર થશે. પરિપક્વતા વધશે અને યોગ્ય નિર્ણય કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા મળશે તથા મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળવાથી કઠિન કામમાં પણ સફળતા મળશે. સમયની સાથે માન સમ્માનમાં વૃદ્ધિ થશે. 

કન્યા- રાહુ ગોચરથી કન્યા રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નોકરીમાં પ્રમોશન મળશે તથા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થશે. ઓફિસમાં માન સમ્માન વધશે. આવકમાં વૃદ્ધિ થવાનો પ્રબળ યોગ છે, જેનાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમાં લભ થશે તથા પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ