બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / Radioactive treatment will be more convenient

ગાંધીનગર / ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે 'રેડિયો એક્ટિવ સારવાર', CM ભૂપેન્દ્ર પટેલે આપી 70 કરોડની ગ્રાન્ટને મંજૂરી

Dinesh

Last Updated: 03:47 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.

  • રેડિયો એક્ટિવ સારવારમાં વધુ સુવિધા મળશે
  • સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરાશે
  • આરોગ્ય વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય


ભૂપેન્દ્ર સરકારે રાજ્યના નાગરિકોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે, રાજ્યમાં કેન્સરના દર્દીઓને રેડિયો એક્ટિવ સારવારમાં હવે વધુ સુવિધા મળશે. ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોજેક્ટ શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ ગ્રાન્ટની ફાળવણી કરી છે.

 રેડિયો એક્ટિવ પદાર્થનુ ઉત્પાદન વધશે
આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 70 કરોડ રૂપિયાની ગ્રાન્ટને મંજૂરી આપી છે. સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસિનનો પ્રોજેક્ટ દોઢથી બે વર્ષમાં પૂર્ણ થશે જે અંગે CMની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ થતાં રેડિયો એક્ટિવ પદાર્થનુ ઉત્પાદન વધુ થઈ શકશે. 1 હજાર સ્ક્વેર મીટરમાં સાયક્લોટ્રોન બંકર બનાવવામાં આવશે તેમજ 1 હજાર સ્ક્વેર મીટરમાં યુટિલિટી બિલ્ડિંગનું નિર્માણ થશે.

ખોડિયારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
16 હજાર જેટલા દર્દીઓને કેન્સર તપાસ સહિત સારવારનો લાભ આપી શકાશે અને દસક્રોઈ તાલુકાના ખોડિયારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે. રાજ્યમાં કેન્સરના દર્દીઓ વધતા સરકારે પ્રજાના આરોગ્યના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. જે માટે CMએ ગ્રાન્ટની પણ ફાળવણી કરી છે.

ખોડિયાર પેટા આરોગ્ય કેન્દ્રથી ખોડિયાર, લપકામણ અને લીલાપુર એમ ત્રણ ગામોની 8603 જનસંખ્યાને આરોગ્ય સેવા સારવાર મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ ગામોની ગ્રામીણ વસતીને વધુ સુદ્રઢ આરોગ્ય સેવા-સુવિધા નજીકના સ્થળેથી મળી રહે તે હેતુસર 1 કરોડ 60 લાખ રૂપિયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ સાથે ખોડિયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી આ બેઠકમાં આપી હતી. આ ઉપરાંત જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સોલા હોસ્પિટલને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડતી મોડેલ હોસ્પિટલ બનાવવા 40 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવેલી છે, તે સંદર્ભમાં રેડિયોલોજી, એનેસ્થેસિયા, મેડિસીન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, આંખોના રોગ સહિતના વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરી માટે ખરીદવામાં આવેલા સાધનોની વિસ્તૃત વિગતો પણ બેઠકમાં આપવામાં આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ