ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PNBમાં તમારુ ખાતુ હોય તો થઇ જજો સાવધાન ! આ કારણથી થઇ શકે છે બંધ
Last Updated: 09:19 AM, 19 March 2026
ADVERTISEMENT
શું તમારું પણ પંજાબ નેશનલ બેંક (PNB બેંક) માં ખાતું છે? તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે PNB એ એવા ખાતા ધારકો માટે ચેતવણી જારી કરી છે જેમણે છેલ્લા ત્રણ વર્ષથી તેમના ખાતામાં કોઈ વ્યવહારો કર્યા નથી. બેંકે આવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો 15 એપ્રિલ, 2026 પછી તેમના ખાતા બંધ કરવામાં આવશે.
ADVERTISEMENT
ખાતામાં બેલેન્સ Zero, તો થઇ જાવ એલર્ટ
પંજાબ નેશનલ બેંક દ્વારા જાહેર કરાયેલી એક ઓફિશિયલી સૂચના અનુસાર, આ નિષ્ક્રિયકરણ ફક્ત એવા ખાતાઓ પર લાગુ થશે જે છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ક્રિય છે અને હાલમાં શૂન્ય બેલેન્સ ધરાવે છે. બેંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર એક પોસ્ટ દ્વારા આ માહિતી પણ શેર કરી, લોકોને આવા ખાતાઓને સક્રિય કરવા વિનંતી કરી.
ADVERTISEMENT
निष्क्रिय खातों के संबंध में महत्वपूर्ण सूचना - कृपया ध्यान दें।#Notice #सूचना #Banking #PNB #बैंकिंग #पीएनबी #केवाईसी pic.twitter.com/FK9dHMaIib
— Punjab National Bank (@pnbindia) March 16, 2026
ચેતવણી જાહેર કરવા ઉપરાંત, PNB એ આવા ખાતાધારકોને 15 એપ્રિલની અંતિમ તારીખ સુધીમાં તેમના ખાતા ફરીથી સક્રિય કરવાની સલાહ આપી છે. આ કરવા માટે, તમે તમારી નજીકની PNB શાખાની મુલાકાત લઈ શકો છો અને તમારી Know Your Customer (KYC) પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો આ સમયમર્યાદા સુધીમાં એકાઉન્ટ સક્રિય નહીં થાય, તો તે બીજા દિવસે, એટલે કે 16 એપ્રિલના રોજ અથવા તે પછી કોઈપણ ચેતવણી વિના બંધ થઈ જશે. સરળ KYC અપડેટ પૂર્ણ કરીને અથવા વ્યવહારો શરૂ કરીને એકાઉન્ટ બંધ કરવાનું ટાળી શકાય છે.
કેમ બેંકને લેવો પડશે આ નિર્ણય?
ADVERTISEMENT
પંજાબ નેશનલ બેંકે સ્પષ્ટતા કરી હતી કે, આ કાર્યવાહીનો હેતુ નિષ્ક્રિય ખાતાઓ સાથે સંકળાયેલા જોખમને ઘટાડવાનો છે. છેતરપિંડીના જોખમને કારણે બેંકો બેલેન્સ વિનાના આવા નિષ્ક્રિય અથવા ચાલુ ખાતાઓ અને વ્યવહારોનું નજીકથી નિરીક્ષણ કરે છે. સમયાંતરે KYC અપડેટ્સ પણ બેંકિંગ નિયમોનો એક ભાગ છે.
આ પણ વાંચોઃ 3 મોટી સરકારી ભરતી આવી રહી છે, તગડા પગાર સાથે અનેક સુવિધાઓ, જાણો ડિટેલ્સ
ADVERTISEMENT
બેંકે જણાવ્યું છે કે, જે ગ્રાહકો તેમના બેંક ખાતાની સ્થિતિ યોગ્ય રીતે ચકાસી શકતા નથી, તેમણે તાત્કાલિક તેમની બેંક શાખાનો સંપર્ક કરવો જોઈએ, ખાસ કરીને જેમણે થોડા વર્ષોથી તેમના ખાતાનો ઉપયોગ કર્યો નથી.
નોંધનીય છે કે, પંજાબ નેશનલ બેંક દેશની સૌથી મોટી બેંકોમાંની એક છે, જેનું માર્કેટ કેપિટલાઇજેશન (PNB Market Cap)1.30 લાખ કરોડ છે. શેયર માર્કેટમાં લિસ્ટમાં લિસ્ટ PNBના શેર બુધવારે લગભગ 1% વધીને 113.10 પર બંધ થયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT