બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'मुझे दुआओं में याद रखना' પુલવામા હુમલા પહેલાં આદિલે બશીરને આપી આ ચીજ, પછી ઉપાડી 'વિસ્ફોટક કાર'

વરસીની પૂર્વસંધ્યા / 'मुझे दुआओं में याद रखना' પુલવામા હુમલા પહેલાં આદિલે બશીરને આપી આ ચીજ, પછી ઉપાડી 'વિસ્ફોટક કાર'

Last Updated: 08:38 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુલવામામાં ભીષણ હુમલો કરવા જતાં પહેલા આત્મઘાતી હુમલાખોર આદિલ ડાર અને માસ્ટર માઈન્ડ શાકિબ બશીરે શું કર્યું હતું? તેની ખૌફનાક ડિટેલ્સ અહીં જણાવાઈ છે.

પુલવામા આતંકી હુમલાની 6ઠ્ઠી વરસીએ આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ ડાર અને જૈશના ટોચના કમાન્ડર શાકિર બશીરે સાથે મળીને કેવી રીતે હુમલાને અંજામ આપ્યો હતો, હુમલાના કલાક પહેલાં શું કર્યું હતું અને કેવી રીતે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા તેની આખી કહાની અહીં જણાવાઈ છે. આત્મઘાતી હુમલાખોર આદિલ ખૂબ ભાવુક જોવા મળ્યો હતો અને તેણે માસ્ટર માઈન્ડને પોતાની ઘડિયાળ કાઢીને આપી હતી અને ભાવુક સૂરમાં બોલ્યો હતો કે, 'મુઝે દુઆઓમાં યાદ રખના, ઘડી તુમ્હે મેરી યાદ દિલાતી રહેગી'. આ પછી તે વિસ્ફોટકો ભરેલી કાર લઈને હુમલા કરવા નીકળ્યો હતો.

હુમલો કરવા જતાં શું કર્યું

હુમલાના એક દિવસ પહેલાં 13 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાના હાજીબલ એરિયામાં જમ્મુ-શ્રીનગર હાઇવે પાસે જૈશના ટોચના કમાન્ડર શાકિર બશિરે પહોંચ્યો હતો અને ત્યાંની સ્થિતિ જોઈને પાછો આવ્યો અને એક ઘરમાં બેઠેલા આદિલ અહેમદ ડારને કહ્યું હતું કે તૈયાર થઈ જાવ, કાફલો આવવાનો છે (સીઆરપીએફનો 79 વાહનમાં 2587 જવાનોનો કાફલો પસાર થવાન હતો) બીજા દિવસે 14 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગ્યે, શાકિર વાદળી કારમાં તેના ઘરેથી નીકળે છે. ડ્રાઇવરની બાજુની સીટ પર બીજો એક યુવાન બેઠો હતો તેનું નામ આદિલ અહેમદ ડાર હતું અને તે 20 વર્ષનો હતો. કાર ઝેલમ જેલમ નદી પરના એક નાના પુલ પરથી પસાર થઈ. આદિલ સતત કુરાનની આયતો વાંચી રહ્યો હતો. સાડા ​​દસ વાગ્યે ગાડી એવી જગ્યાએ પહોંચી જ્યાંથી જમ્મુ-શ્રીનગર હાઇવે દેખાતો હતો. શાકિરે ગાડી રોકી અને બંને બહાર નીકળીને સામસામે ઊભા રહ્યા. ઠંડી હતી, પણ આદિલ ડારના ચહેરા પર પરસેવાના બિંદુ દેખાતા હતા. તેણે પોતાના કાંડા પરથી ઘડિયાળ કાઢીને શાકિર બશીરને આપી અને કહ્યું , 'આ તમને હંમેશા મારી યાદ અપાવશે, મને દુઆઓમાં યાદ રાખજો, અલ્લાહ હાફિઝ. આદિલ ડ્રાઇવિંગ સીટ પર બેઠો, ચાવીઓ ફેરવી, પોતાનું જેકેટ ઊંચક્યું અને પિસ્તોલ તેની જગ્યાએ છે કે નહીં તે તપાસ્યું. આ પછી, તે શાકીરને ત્યાં છોડીને શ્રીનગર હાઇવે પર ગાડી ચલાવીને ચાલ્યો ગયો.

આદિલ ડારે કાફલાની 5 નંબરની ગાડી સાથે ટકરાવી વિસ્ફોટકો ભરેલી કાર

આત્મઘાતી હુમલાખોર આદિલ ડાર શાકિર બશિરે આપેલી વિસ્ફોટકો ભરેલી વાદળી રંગની કાર લઈને નીકળ્યો હતો અને પુલવામાના અવંતીપુરા પાસેથી પસાર થઈ રહેલાં સીઆરપીએફના મોટા કાફલાની 5 નંબરની ગાડી સાથે કારને ટકરાવી હતી જેને કારણે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આખી ગાડીના ફૂરચે-ફૂરચા થઈ ગયાં અને 40 જવાનો શહીદ થયાં હતા. કેટલાક જવાનોનું માંસ ઉડીને મોબાઈલ ટાવર સાથે ચોટી ગયું હતું અને હુમલાનો અવાજ 10 કિમી દૂર સંભળાયો હતો. આત્મઘાતી હુમલાખોર આદિલ ડારનું તો હાંડકું પણ હાથ ન આવ્યું પરંતુ માસ્ટર માઈન્ડ શાકિર બશિર બચી ગયો અને એક તૂટેલા મોબાઈલથી તે તપાસનીસ એજન્સીઓના હાથે ઝડપાઈ ગયો હતો.

બરફના ફસાયેલી ચાવી અને હાડકાં મળ્યાં

NIAના જમ્મુ કાશ્મીરના પ્રમુખ રાકેશ બલવાલને તપાસ કરતાં 250 મીટર આગળ જમીનમાં બર્ફિલા કાદવમાં ખૂંપી ગયેલી ચાવી અને થોડાક હાંડકાં જોયા તપાસ કરતાં હાડકાં આતંકી આદિલ ડારના માલૂમ પડ્યાં. હવે સ્પષ્ટ થઈ ગયું કે કાર એક કાશ્મીરી, આદિલ અહેમદ ડાર ચલાવી રહ્યો હતો. અને તેણે જ હુમલો કર્યો.

ફોનમાં મળ્યાં આતંકીઓના ફોટા

29 માર્ચ, 2019 ના રોજ નૌગામમાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેણે બંને આતંકવાદીઓના ફોટા જોયા, એકનું નામ કામરાન હતું અને બીજાનું ઈદરિશ ભાઈ. રાકેશ બલવાલને ઈદરિશ ભાઈનો મોબાઈલ મળી આવ્યો અને તેમણે તેને તપાસ માટે CERT અઠવાડિયા બાદ તેમને કહેવામાં આવ્યું કે ફોનમાંથી કેટલાક ફોટા અને વીડિયો મળ્યાં છે. ફોનમાં ઘણા ફોટા અને વીડિયો પણ હતા. જે ઘરમાંથી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં પાર્ક કરેલી વાદળી ઇકો કારનો ફોટો પણ બતાવવામાં આવ્યો હતો. જે ઘરમાં આ કાર પાર્ક કરેલી હતી તે ઘર શાકિર બશીરનું હતું. એ જ શાકિર બશીર જેને આદિલ ડારે હુમલા પહેલા પોતાની ઘડિયાળ આપી હતી. મોબાઇલમાં બીજો એક ફોટો મળી આવ્યો હતો જેમાં ત્રણ લોકો હતા - શાકિર બશીર, નૌગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ઈદરિશ ભાઈ અને પુલવામા હુમલાખોર આદિલ અહેમદ ડાર. એટલે જો શાકિર બશીરે તેના આકાનું કહ્યું માન્યું હોત ને મોબાઈલ તોડીને નદીમાં ફેંકી દીધો હોત તો કદાચ તે ન ઝડપાત. તેની આશિકી જ તેને ભારે પડી અને ઝડપાઈ ગયો.

વધુ વાંચો : VIDEO : ' મામા મારી પદમાને કેજો' ગીત વાયરલ! જીવંત થઈ માંગડાવાળા-પદમાની અમર પ્રેમકથા, ભાણવડનો ચમત્કારિક'ભૂતવડ'

આતંકીએ ફોન ન તોડ્યો તેમાં ફસાયો

ત્રણેયની ઓળખ થઈ ગઈ. હવે તપાસની કડીઓ ફરી જોડાવા લાગી. શાકિર બશીરની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ થઈ. શાકિર મોં ખોલવા તૈયાર નહોતો. તે હંમેશા કૂરાનની આયાતો પઢતો રહેતો હતો અને તે એટલું જ બોલતો કે ઈદરિશ ભાઈ અને આદિલે ઈસ્લામ માટે આવું કર્યું છે, બીજુ કંઈ કે બોલતો નહોતો. રાકેશ બલવાલને ઈદરિશના મોબાઇલમાં કેટલીક તસવીરો અને વીડિયો પણ મળ્યા હતા જેનાથી કેટલીક મહિલાઓ સાથેના તેના સંબંધોનો ખુલાસો થયો હતો. આ મહિલાઓમાંની એક હતી ઈંશા જાન જે પુલવામાની રહેવાશી હતી. જ્યારે રાકેશ બલવાલે શાકીર બશીરને ઈંશા જાન અને ઈદરિશના ફોટા દેખાડ્યાં ત્યારે તેણે વિશ્વાસ ન આવ્યો કે ઈદરિશના બીજી સ્ત્રીઓ સાથે સંબંધ પણ હોઈ શકે છે. અને અહીંથી જ તેણે મોં ખોલી દીધું. શાકિરે ઘટસ્ફોટ કરતાં કહ્યું કે ઈદરિશ ભાઈ અસલમાં ઉમર ફારૂક હતો અને તે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો સગો ભત્રીજો હતો અને તે 1999માં ભારતીય વિમાનને હાઇજેક કરનારા આતંકવાદીઓમાંના એકનો પુત્ર પણ હતો. ઉમરે ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનમાં તાલીમ લીધી હતી જે પછી મસૂદ અઝહરે તેને કાશ્મીર મોકલી દીધો હતો. આ ઉમર ફારુકે જ પુલવામા હુમલાનું આખું કાવતરું ઘડ્યું હતું. તેણે આદિલ ડારને હુમલા માટે તૈયાર કર્યો હતો. પુલવામા હુમલા પછી પાકિસ્તાનમાં બેઠેલો મસૂદ અઝહરના ભાઈ રઉફ અસગરે ભત્રીજા ઉમર ફારુકને ફોન તોડીને ઝેલમ નદીમાં ફેંકી દેવાનું કહ્યું પરંતુ ઉમર ફારુક આ માટે તૈયાર નહોતો કારણ કે ફોનમાં ઈંશા જાન અને બીજી છોકરીઓના ફોટા અને વીડિયો હતા અને પોતાનો પ્રેમ નષ્ટ થઈ જશે તે જાણીને તેણે ફોન ન તોડ્યો અને બીજો ફોન તોડીને ફોટો કાકા અસગરને મોકલ્યો પરંતુ સાચો ફોન તેણે છુપાવી દીધો હતો જે ફરતાં ફરતાં એનઆઈએના હાથમાં આવી ગયો હતો અને આખો મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

શું હતું આખું કાવતરું

ભારતે 1999ના કંધાર વિમાન અપહરણના બદલામાં છોડેલા કુખ્યાત આતંકી મસૂદ અઝહરે પાકિસ્તાનમાં જૈશે એ મોહમ્મદ નામનું આતંકી સંગઠન ઊભું કર્યું હતું અને તેણે જ પુલવામા હુમલો કરાવ્યો હતો. આ માટે તેણે તેના ભાઈ અસગર, ભત્રીજા શાકિરની સહાયથી આખું કાવતરું ઘડ્યું હતું ત્યાર બાદ શાકિરે પુલવામા 20 વર્ષીય યુવાન આદિલ ડારને આ આત્મઘાતી કામ માટે તૈયાર કર્યો હતો અને આખું કાવતરું પાર પડ્યું હતું જેમાં દેશના 40 હોનહાર જવાનોએ શહાદત વહોરી હતી.

શહીદોને કોટી કોટી વંદન

પુલવામા હુમલાની વરસીની પૂર્વસંધ્યાએ વીટીવી ગુજરાતી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને તેમને યાદ કરે છે. શોકના આ પ્રસંગે શહીદોના પરિવારોને પણ વંદન.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pulwama terror attack news pulwama attack news pulwama terror attack
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ