બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Priya Singh Beating Case Serious allegation of girlfriend on senior officer's son, police refused to take up the case

Priya Singh Beating Case / મને મારી, ગાડીથી કચડી અને મરવા છોડી...: મોટા અધિકારીના દીકરા પર ગર્લફ્રેન્ડનો ગંભીર આરોપ, દબાણના કારણે પોલીસે કેસ લેવાથી કર્યો ઈનકાર

Megha

Last Updated: 02:34 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશ્વજીત અને પ્રિયા છેલ્લા સાડા ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા, બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી અને ઝઘડો શરૂ થયો અને અશ્વજીતે પ્રિયાને કારથી કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો

  • મહારાષ્ટ્રના થાણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • મોટા અધિકારીના પુત્રએ ગર્લફ્રેન્ડને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો
  • હવે પોલીસે આરોપી અને અન્ય બે લોકો સામે પણ કેસ નોંધ્યો છે

મહારાષ્ટ્રના થાણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મોટા અધિકારીના પુત્રએ પોતાની ગર્લફ્રેન્ડને કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે MSRDCના મેનેજિંગ ડિરેક્ટરના પુત્ર અશ્વજીત ગાયકવાડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અશ્વજીત ગાયકવાડ અને પ્રિયા સિંહ છેલ્લા સાડા ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા. તાજેતરમાં જ તેને ખબર પડી કે અશ્વજીત પહેલેથી જ પરિણીત છે, પરંતુ તેમ છતાં તેમનો સંબંધ ચાલુ રહ્યો. દરમિયાન, બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી અને ઝઘડો શરૂ થયો, ત્યારબાદ તેને તેના મિત્રો સાથે મળીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો, તેનું ગળું દબાવ્યું અને તેની એસયુવીથી પ્રિયાને કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો.

જણાવી દઈએ કે પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 11 લાખથી વધુ ફોલોઅર્સ છે. પ્રિયા સિંહે તેના Instagram એકાઉન્ટ પર ઘટના વિશેની માહિતી શેર કરી કે ઉપરથી દબાણના કારણે પોલીસે કેસ નોંધવાની પણ ના પાડી દીધી. જે બાદ આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે પોલીસે આરોપી અને અન્ય બે લોકો સામે પણ કેસ નોંધ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આરોપી અશ્વજીત ગાયકવાડના પિતા મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC)ના મેનેજિંગ ડિરેક્ટર છે.  પ્રિયા સિંહની પોસ્ટ અનુસાર, આ ઘટના 11 ડિસેમ્બરની છે. સવારે લગભગ 4 વાગ્યે થાણેની એક હોટલ પાસે આરોપી અશ્વજીતે કથિત રીતે પ્રિયા સિંહને તેની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. 

પ્રિયાએ લખ્યું કે, 'તે દિવસે મારો બોયફ્રેન્ડ વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. મેં તેની સાથે ખાનગીમાં વાત કરવાનું કહ્યું. હું તેની રાહ જોતી હતી, પછી તે તેના મિત્ર રોમિલ પાટીલ સાથે મારી પાસે આવ્યો. તેના મિત્રએ મને ઘણી ખરાબ વાતો કહી, જે બાદ બંને મારી સાથે ગાળા-ગાળી કરવા લાગ્યા, પછી મારા બોયફ્રેન્ડે મને થપ્પડ મારી અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે તેને મને થપ્પડ મારી અને મારા વાળ ખેંચી લીધા. તેના મિત્રએ મને ધક્કો મારીને નીચે પાડી દીધી. એ બાદ તે પોતાની કાર તરફ ગયો. હું કારમાંથી મારું પર્સ અને ફોન લેવા માટે ગઈ. ત્યારપછી મારા બોયફ્રેન્ડે તેના ડ્રાઈવર સાગરને કહ્યું કે આને ઉડાવી દો અને ડ્રાઈવરે મારી ઉપર કાર ચલાવી હતી. '

પ્રિયા સિંહે આગળ લખ્યું કે અડધા કલાક પછી ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેને જોઈ અને પોલીસને જાણ કરી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. થોડા સમય પછી આરોપીનો ડ્રાઈવર એ જોવા પણ આવ્યો હતો કે હું જીવતી છું કે નહીં..'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ