બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ અનુષ્કા અને વિરાટ પહોંચ્યા, પ્રેમાનંદ મહારાજના લીધા આર્શીવાદ
Last Updated: 03:03 PM, 13 May 2025
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ભારતના લોકપ્રિય પાવર કપલ્સમાંના એક છે. ક્રિકેટ જગતના મહાન ખેલાડી વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના પગલે તેમના ચાહકોમાં ભાવનાત્મક લાગણીઓ ઉઠી હતી. ટેસ્ટ ક્રિકેટથી વિરાટની નિવૃત્તિ પછી, મંગળવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આધ્યાત્મિક શાંતિ માટે વૃંદાવન પહોંચ્યા હતા. બંને શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ ગયા હતા, જ્યાં તેમણે સાડા ત્રણ કલાકથી વધુ સમય વિતાવ્યો. તેઓએ પ્રેમાનંદ મહારાજના ચરણોમાં બેઠા રહીને આધ્યાત્મિક ચર્ચા પણ કરી.
ADVERTISEMENT

આવો પ્રસંગ પહેલો નથી. વિરાટ અને અનુષ્કા અગાઉ પણ પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યા હતા. 2023માં વિરાટ કોહલીએ પ્રથમ વખત મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેઓ જાન્યુઆરી 2024માં ફરીથી તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. હવે તેઓ ત્રીજી વખત મહારાજ સાથે મળ્યા છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને મહારાજ સાથે વાતચીત કરતા જોવા મળે છે.
ADVERTISEMENT
સંન્યાસ બાદ વિરાટ કોહલી-અનુષ્કા પહોંચ્યા વૃંદાવન, જુઓ Video#AnushkaSharma #ViratKohli #Vrundavan #Ahmedabad #retirement #vtvdigital #vtvcard pic.twitter.com/eNhCUxKvHI
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2025
વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ અનુષ્કા શર્માએ એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેણે વિરાટ સાથેનો એક સુંદર ફોટો શેર કરતાં લખ્યું કે, “લોકો રેકોર્ડ્સ અને માઇલસ્ટોન વિશે વાત કરશે પણ મને તે આંસુ યાદ રહેશે જે તમે ક્યારેય બતાવ્યા નહીં, તે સંઘર્ષ જે કોઈએ જોયો નહીં, અને ટેસ્ટ ક્રિકેટ માટે તારો અટુટ પ્રેમ.” તેણે આગળ લખ્યું કે, “મને ખબર છે કે આ બધું તારી પાસેથી ઘણું છીનવી ગયું છે. દરેક ટેસ્ટ શ્રેણી પછી તું થોડો વધુ સમજદાર અને નમ્ર બનીને પાછો આવતો હતો. તને આગળ વધતા જોવું એ મારા માટે એક સુંદર અનુભવ રહ્યો છે.”
ADVERTISEMENT
સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા વિરાટ કોહલી-અનુષ્કા, કર્યા વંદન, મેળવ્યું જ્ઞાન#premanandjimaharaj #ViratKohli𓃵 #AnushkaSharma #Vrunadavan #VTVDigital pic.twitter.com/QWCi37LZmm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2025

ADVERTISEMENT
આ પણ વાંચો : WTCની ફાઇનલ મેચમાં કોણ રમશે?, આ દેશે જાહેર કરી ટીમ, જુઓ કોને મળ્યું સ્થાન
અનુષ્કાએ અંતમાં કહ્યું કે, “મારે હંમેશાં કલ્પના હતી કે તું સફેદ કપડાંમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લે પણ તું હંમેશાં તારા દિલની વાત સાંભળે છે અને એટલે જ હું ગૌરવભેર કહી શકું છું કે, તું આ ગુડબાયની દરેક ક્ષણ માટે લાયક છે, મારા પ્રેમ.” આ દુર્લભ અને શાંત પળો દર્શાવે છે કે વિરાટ અને અનુષ્કા માત્ર કારકિર્દીમાં જ નહીં પણ જીવનના આધ્યાત્મિક માર્ગે પણ એકસાથે આગળ વધી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.