ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / pregnant woman world record for longest interval between birth of triplets

અનોખી ઘટના / ચમત્કાર ! ડિલિવરીના 5 દિવસ બાદ મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, બન્યો વર્લ્ડ રેકોર્ડ

Published By: Hiralal

Last Updated: 04:54 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂયોર્કની એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ તો આપ્યો પરંતુ ત્રણેય બાળકોની ડિલિવરીમાં પાંચ દિવસની ગેપ રહી હતી.

ADVERTISEMENT

  • અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ઘટના 
  • મહિલાએ પહેલા બાળકને જન્મ આપ્યો
  • પાંચ દિવસ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો
  • બે બાળકોના જન્મ વચ્ચે સૌથી ઓછી ગેપનો વર્લ્ડ રેકોર્ડ 

ન્યૂયોર્કની આ મહિલાએ સૌથી વધારે સમયનો ગાળો રાખીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ન્યૂયોર્કની 33 વર્ષીય મહિલા કાયલી ડેશેને 28 ડિસેમ્બર 2020 ના દિવસે પોતાના પહેલા બાળકને જન્મ આપ્યાંના પાંચ દિવસ બાદ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. તેની સાથે કાયલીએ હાલમાં બે દિવસનો છેલ્લો રેકોર્ડ સામેલ કરીને ત્રણ બાળકોના જન્મની વચ્ચે સૌથી ઓછા સમયનો રેકોર્ડ બનાવ્યો. ખાસ વાત એ છે કે 22 અઠવાડિયાની ડિલિવરીમાં બાળકોના જીવિત રહેવાની સંભાવના ફક્ત 9 ટકા હોય છે પરંતુ કાયલીના ત્રણેય બાળકો સ્વસ્થ્ય છે.

28 ડિસેમ્બર 2020 ના દિવસે કાયલીએ 22 અઠવાડિયાની ડિલિવરી બાદ પહેલા બાળકને જન્મ આપ્યો. આ બાળકના જીવિત રહેવાની ઘણી ઓછી સંભાવના હતી. કાયલીના ગર્ભમાં બીજા બે શિશુ હતા જેને માટે ડોક્ટરોની ઈચ્છા હતી કે તેની ડિલિવરી વચ્ચે થોડા સમયને ગેપ રહે પરંતુ પાંચ દિવસ બાદ કાયલીને ફરી પ્રસવ પીડા ઉપડી જે પછી તેને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં કાયલીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો.

આઈવીએફ દ્વારા ગર્ભાધાન કરવાનો નિર્ણય લીધો 

કાયલીએ જણાવ્યું હું ચાર વર્ષથી ગર્ભવતી થવાની કોશિશ કરતી હતી. ત્યાર બાદ અમે આઈવીએફ દ્વારા ગર્ભાધાન કરવાનો નિર્ણય લીધો. અમે બે બાળકો તો દત્તક લઈ રાખ્યાં છે પરંતુ અમે તેમને માટે બીજા ભાઈ બહેન ઈચ્છતા હતા. તેથી અમે આઈવીએફ દ્વારા બે ભ્રૂણ રાખવાનો નિર્ણય લીધો. 

એક બાળકને બચાવવા બે બાળકનો ગર્ભ પાડી દેવાની સલાહ અપાઈ 

કાયલીએ જણાવ્યું કે અમને કહેવામાં આવ્યું કે જોડિયા બાળકોના જીવિત રહેવાની સંભાવના 9 ટકા કરતા ઓછી છે. તેથી ત્રણ બાળકો જન્મશે તેવી સંભાવના ખુબ ઓછી હતી. તેણે કહ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન મને કહેવામાં આવ્યું કે તેમાં ઘણું જોખમ છે તેથી એક બાળકને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે બે બાળકનો ગર્ભ પાડી દેવાની સલાહ આપવામાં આવી પરંતુ અમે ડોક્ટરની સલાહ ન માની અને ટ્રિપલ પ્રેગનન્સી ચાલુ રાખી. 

 પહેલા બાળકના જન્મના પાંચ દિવસ બાદ જોડિયા બાળકનો જન્મ

તેણે આગળ કહ્યું કે 22 મા અઠવાડિયા બાદ હું એનાટોમી સ્કેન માટે ગઈ જ્યાં બધુ સારુ હોવાનું જણાવાયું. પરંતુ તે જ સાંજે મને પ્રસવ પીડા ઉપડી અને મને ખૂબ બીક લાગી. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં પહેલા બાળકનો જન્મ થયો. ત્યાર બાદ બે બાળકોના જન્મ માટે હોસ્પિટલમાં રોકાઈ પણ કંઈ ન થયું. પરંતુ પહેલા બાળકના જન્મના પાંચ દિવસ બાદ જોડિયા બાળકનો જન્મ થયો. 

સંકળાયેલા મુદ્દાઓ

birth of three child birth of triplets pregnant woman ગર્ભવતી મહિલા જોડિયા બાળકોના મોત ન્યૂયોર્કમા્ ત્રણ બાળકોના જન્મની ઘટના pregnant woman world record

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ