બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં કુલ 26 મેડલ
Last Updated: 05:33 PM, 6 September 2024
ભારતનાો 21 વર્ષીય પેરા એથ્લેટ પ્રવીણ કુમાર પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે 9મા દિવસે ઉંચી કૂદની T64 ફાઈનલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 26મો અને છઠ્ઠો ગોલ્ડ મેડલ છે.
ADVERTISEMENT
Praveen Kumar clinches gold 🥇 at #Paris2024 with his season's best jump of 2.08 m 🤯
— JioCinema (@JioCinema) September 6, 2024
Watch the #Paralympics LIVE on #JioCinema 👈#ParalympicsOnJioCinema #JioCinemaSports #ParalympicsParis2024 #HighJump pic.twitter.com/k6zLWLU9XD
પ્રવીણ કુમારે 2.08 મીટરની ઉત્તમ ઉંચી કૂદ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં હાઈ જમ્પ ઈવેન્ટમાં ભારતનો અત્યાર સુધીનો આ 11મો મેડલ છે. ઉત્તર પ્રદેશના નોઈડાના 21 વર્ષીય પેરા એથ્લેટ પ્રવીણ કુમાર, પેરાલિમ્પિક્સમાં હાઈ જમ્પ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર મરિયપ્પન થંગાવેલુ બાદ બીજા ભારતીય બન્યા છે.
ADVERTISEMENT
Congratulations to Praveen Kumar for scaling new heights and winning a Gold in the Men's High Jump T64 at the #Paralympics2024!
— Narendra Modi (@narendramodi) September 6, 2024
His determination and tenacity have brought glory to our nation.
India is proud of him! #Cheer4Bharat pic.twitter.com/ICR7BvhruJ
પ્રવીણ કુમારે યુએસએ અને ઉઝબેકિસ્તાનના પેરા એથ્લેટ્સને હરાવ્યા
ADVERTISEMENT
ઉંચી કૂદની T64 ફાઈનલ ઈવેન્ટમાં પ્રવીણ કુમારે અમેરિકા અને ઉઝબેકિસ્તાનના પેરા એથ્લેટ્સને હરાવ્યા હતા. જ્યારે પ્રવીણે 2.08 મીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો, ત્યારે અમેરિકન પેરા એથ્લેટ ડેરેક લોકિડેન્ટે 2.06 મીટરની ઉંચી છલાંગ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ઉઝબેકિસ્તાનના તેમુરબેક ગિયાઝોવ 2.03 મીટર કૂદીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ પહેલા પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચો: વરસાદ બાદ રોગચાળાએ કચ્છને ભરડામાં લીધું, એક જ ગામમાં એક જ પરિવારના 4 લોકોના મોતથી હડકંપ
ભારત માટે અત્યાર સુધીની સૌથી સફળ પેરાલિમ્પિક્સ
ADVERTISEMENT
પ્રવીણ કુમારે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા. જેમાં 5 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ વખતે પેરાલિમ્પિક્સમાં જ્યાં ભારત અત્યાર સુધી 26 મેડલ જીતવામાં સફળ રહ્યું છે. અવની લખેરા, નિતેશ કુમાર, સુમિત અંતિલ, હરવિંદર સિંહ, ધરમબીર અને પ્રવીણ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.