બ્રેકિંગ ન્યુઝ
VTV / Pradhan Mantri Garib Kalyan Yojana will be extended
ADVERTISEMENT
દિલ્હીમાં મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકાર તરફથી ત્રણ વાગે આ મુદ્દે પત્રકાર પરિષદ કરવામાં આવશે. બુધવારે દિલ્હીમાં સાત લૉક કલ્યાણ માર્ગ એટલે કે પ્રધાનમંત્રી આવાસમાં થયેલ બેઠકમાં કૃષિ કાયદાને રદ્દ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
Today, the Union Cabinet led by PM completed formalities to repeal the three Farm Laws. During the upcoming session of the Parliament, it will be our priority to take back these three laws: Union Minister Anurag Thakur pic.twitter.com/jNHuUrFeX8
— ANI (@ANI) November 24, 2021
ADVERTISEMENT
ગરીબ કલ્યાણ યોજના લંબાવામાં આવશે
ADVERTISEMENT
કોરોનાકાળમાં ગરીબોને મફતમાં રૅશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઈને આજે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને ફરીથી લંબાવવામાં આવી છે, હિન્દી મીડિયા અહેવાલ અનુસાર આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
It has been decided to extend the 'PM Garib Kalyan Anna Yojana' to provide free ration till March 2022: Union Minister Anurag Thakur on Cabinet decisions pic.twitter.com/9XO70IQXSz
— ANI (@ANI) November 24, 2021
ADVERTISEMENT
સરકારે કરી સત્તાવાર જાહેરાત
ADVERTISEMENT
નોંધનીય છે કે આજે સવારે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને કેબિનેટની બેઠક મળી હતી અને જેમા કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સૂત્રો અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને આગામી મહિનાઓ સુધી લંબાવવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે. અને સરકાર દ્વારા પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
યોજના અંતર્ગત ગરીબોને મફત અનાજ અપાય છે
ADVERTISEMENT
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ગરીબોને મફત અનાજ આપવા માટે સરકાર દ્વારા માર્ચ 2020માં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારથી જ ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે. જોકે આઅ યોજના 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહી છે. કેટલાક નેતાઓ દ્વારા આ યોજનાને ચાલુ જ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાયદા રદ થયા બાદ પણ ખેડૂતો સંતુષ્ટ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ પણ ખેડૂતો સંતુષ્ટ નથી. ગયા વર્ષે ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વિવિધ સરહદો પર લગભગ એક વર્ષથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ માંગ કરી છે કે સરકારે એમએસપી પર પણ વાત કરવી જોઈએ.બુધવારે, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ત્રણ કાયદા પાછા ખેંચવાના સંદર્ભમાં કહ્યું - જો સરકારે જાહેરાત કરી હોય તો તેઓ પ્રસ્તાવ લાવી શકે છે, પરંતુ MSP અને 700 ખેડૂતોના મૃત્યુ પણ અમારો મુદ્દો છે. ટિકૈતે કહ્યું કે સરકારે પણ આ અંગે વાત કરવી જોઈએ. સરકારને આ મુદ્દાઓ પર વાત કરવા માટે નવી સમયમર્યાદા આપતાં તેમણે કહ્યું કે જો સરકાર 26 જાન્યુઆરી પહેલા તેની સાથે સંમત થશે તો અમે નીકળી જઈશું. તે જ સમયે, પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી વિશે, BKU નેતાએ કહ્યું કે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી અમે આ મુદ્દા પર વાત કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.