બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / PPF vs NPS: Know which of the two schemes is best for retirement

તમારા કામનું / PPF vs NPS: જાણો નિવૃત્તિ માટે બંનેમાંથી કઈ સ્કીમ સૌથી વધારે બેસ્ટ? જાણો વિગત

Megha

Last Updated: 09:51 AM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએફમાં રોકાણ કરવાને બદલે તમારા રિટાયરમેન્ટ સુધી મોટી કમાણી કરવા માંગો છો, તો તમે આ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) પસંદ કરી શકો છો. ચાલો જાણીએ બેમાંથી કયો વિકલ્પ વધુ સારો છે?

જો તમે હજુ સુધી તમારા રિટાયરમેન્ટ માટેની તૈયારી શરૂ નથી કરી તો આજે જ કરી લો. કેમ કે નોકરી કરતાં કરતાં જો ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી દેશો તો મોજ-મસ્તીમાં તમે વૃદ્ધાવસ્થાનો આનંદ માણી શકશો. એટલા માટે હંમેશા નોકરીના પહેલા દિવસથી જ રોકાણ શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે.

અહીં પૈસા લગાવો, ભવિષ્ય થશે સુરક્ષિત: લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે આ છે 5  બેસ્ટ ઓપ્શન / Secure your future How to build a retirement plan, here are 5  investment options

રિટાયરમેન્ટ પછી ઘણીવાર નાણાકીય પડકારો વધી જાય છે એટલા માટે તમે તમારી નિવૃત્તિનું સારી રીતે આયોજન કરો તે ખૂબ જ જરૂરી છે. રિટાયરમેન્ટ માટે નાણાં બચાવવા માટે સરકાર દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ (PF)ને અને નેશનલ સિસ્ટમ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. એવામાં ચાલો જાણીએ કે પીએફ અને નેશનલ પેન્શન સિસ્ટમ વચ્ચે તમારા માટે કયો વિકલ્પ વધુ સારો હોઈ શકે છે?

તમે એવા કિસ્સાઓ વિશે પણ સાંભળ્યું હશે જ્યાં કંપની તેના કર્મચારીઓના પીએફના પૈસા જમા કરાવતી નથી અને તેના કારણે તેમને સંઘર્ષ કરવો પડે છે. આ ઉપરાંત વ્યક્તિનું પીએફ એકાઉન્ટ બંધ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નેશનલ પેન્શન સિસ્ટમમાં આવી કોઈ સમસ્યા નથી. તમે તમારી ઈચ્છા મુજબ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો અને કોઈપણ મધ્યસ્થી અથવા સંસ્થાની ગેરહાજરીને કારણે, તમે તમારા રોકાણ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવો છો.

નિવૃત્તિ પછી આરામદાયક જીવન જીવવું છે? આ યોજનામાં 200 રૂપિયાના રોકાણથી  જીવનભર મેળવશો 50 હજારનું પેન્શન, જાણો | Want to live comfortably after  retirement? With an ...

પીએફની તુલનામાં તમને નેશનલ પેન્શન સિસ્ટમમાં વધુ સારું વળતર મળે છે. પીએફ ખાતામાં જમા નાણાં પરનું વળતર તેના પર નિર્ભર કરે છે કે સરકાર ફંડ પર કેટલું વળતર આપવા માંગે છે. બીજી તરફ, નેશનલ પેન્શન સિસ્ટમ એક મ્યુચ્યુઅલ ફંડ જેવી છે જે બજાર સાથે જોડાયેલ છે અને મેનેજરો સમયાંતરે તમારા રોકાણો વિશે ખુલાસો કરતા રહે છે, જેના કારણે તે વધુ પારદર્શક છે. 

વધુ વાંચો: માત્ર 11 મહિનાનું જ કેમ બને છે રેન્ટ એગ્રીમેન્ટ? શું તમે જાણો છો! આ છે તેની પાછળનું તર્ક

આટલું જ નહીં, તમારે પીએફ ખાતામાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવી પડશે. બીજી બાજુ, તમે નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટમાં ₹ 500 થી રોકાણ કરવાનું શરૂ કરી શકો છો અને તમારું એકાઉન્ટ સક્રિય રાખવા માટે, તમારે દર વર્ષે માત્ર ₹ 1000 જમા કરાવવા પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ