બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Posters at Soni Bazar and Palace Road in Rajkot

રાજકોટ / લે-ભાગુ હોલસેલરોથી સાવધાન: સોનામાં થઇ રહ્યું છે પાવડર મિશ્રણ! દાગીના ખરીદતા પહેલા આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન

Malay

Last Updated: 03:24 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: સોનાના દાગીનામાં પણ હવે ભેળસેળની ચમક ભળી ગઈ છે. ત્યારે ગ્રાહકોને જાગૃત કરવા માટે રાજકોટ સોની બજાર અને પોલેસ રોડ પર પોસ્ટર લગાવાયા છે.

 

  • સોની બજાર અને પેલેસ રોડ પર લાગ્યા પોસ્ટર
  • સોનામાં પાવડર ભેળવતો હોવાનો ઉલ્લેખ 
  • બિલ મેળવવામાં તકેદારી રાખવા લોકોને સલાહ

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી સોનાના પાવડરયુક્ત ઘરેણા પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટની સોની બજાર અને પેલેસ રોડ પર ગ્રાહકોની જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે. 

'પીળુ એટલે સોનું નથી', સોની બજારમાં લાગ્યા પોસ્ટર
રાજકોટ સોની બજાર અને પેલેસ રોડ લગાવેલા પોસ્ટરમાં સોનામાં પાવડર ભેળવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ લોકોને દાગીનાની ખરીદી કરતી વખતે તકેદારી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, 'સાવધાન ''પીળુ એટલે સોનું નથી'', લે-ભાગુ હોલસેલરો પાસેથી સોનાના મશીન ચેઈનની ખરીદી પહેલા પાવડરયુક્ત સોનાની ગુણવત્તાની ચકાસણી કરવાનો આગ્રહ રાખો.' 

સોનાની ચેઈનમાં પાઉડરને કરવામાં આવે છે ભેળસેળઃ વેપારી
સોનાના દાગીનામાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કરતા સોની બજારના એક વેપારીએ જણાવ્યું કે, કેટલાક હોલસેલરો સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને પાવડરયુક્ત મશીન ચેઈન આપીને છેતરપિંડી આચરે છે. મશીન દ્વારા બનતી સોનાની ચેઈનમાં પાઉડરને ભેળસેળ કરવામાં આવે છે. 

હવે બનાવી લેજો દાગીના ! સોનાના ભાવમાં ફરી આવ્યો ઘટાડો, જાણો કેટલું સસ્તું  થયું | Gold prices fell again on Monday
ફાઈલ ફોટો

'વહેલી તકે ભેળસેળ બંધ થવી જરૂરી'
તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી આ ચેઈનને પહેરવામાં આવે ત્યાં સુધી તેમાં પાવડર મિક્સ કરાયો છે તેનો ખ્યાલ આવતો નથી. જ્યારે તેને ભઠ્ઠીમાં ઓગાળીએ ત્યારે જ તેનો ખ્યાલ આવે છે.   શીનમાં જે ચેઈન બનાવે છે તે વાસ્તવમાં સોનાની હોતી જ નથી. તેમાં માત્ર સોનાનો પાવડર ભેળવી દેવામાં આવે છે જેથી તે સાચા સોનાની જેમ તેની પીળાશ ચમકે છે. આનાથી કેન્સર જેવા રોગ થવાની શક્યતા રહે છે. આ ભેળસેળ વહેલી તકે બંધ થવી જરૂરી છે. 

બિલ સાથે સોનાની ખરીદી કરવી જોઈએઃ વેપારી
તેમણે ગ્રાહકોને અપીલ કરતા જણાવ્યું કે, જે કોઈ સોનાના દાગીનાની ખરીદી કરવા જાય તેઓએ હંમેશા HUID નંબર તેમજ બિલ સાથે સોનાની ખરીદી કરવી જોઈએ. જેથી જ્યારે પણ વેચાણ કરવા જાય ત્યારે તેમને તેની પૂરી કિંમત મળી શકે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ