બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / post office saving schemes small saving scheme kisan vikas patra

તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં આટલા વર્ષ માટે લગાવો પૈસા, થઈ જશે ડબલ, જાણો અન્ય ફાયદાઓ વિશે

Arohi

Last Updated: 06:05 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં કિસાન વિકાસ પત્રનું નામ પણ શામેલ છે. આવો આ સ્કીમ વિશે ડિટેલમાં જાણીએ.

  • પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ 
  • આટલા વર્ષમાં થઈ જશે ડબલ 
  • જાણો સ્કીમ વિશે સંપૂર્ણ પ્રોસેસ

જો તમે આવનાર દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ્સમાં તમને સારૂ રિટર્ન મળે છે. સાથે જ તેમાં રોકાણ કરવામાં આવેલા પૈસા પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. જો તમે બેન્ક ડિફોલ્ટ થાવ છો તો તમને 5 લાખ રૂપિયાની રકમ જ પરત મળે છે. પરંતુ પોસ્ટઓફસમાં આવું નથી. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની સેવિંગ્સ સ્કીમ્સમાં ખૂબ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં કિસાન વિકાસ પત્ર પણ શામેલ છે. આવો આ સ્કીમ વિશે ડિટેલમાં જાણીએ 

વ્યાજ દર 
પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્રમાં હાલના સમયમાં વાર્ષિક 6.9 ટકાનું વ્યાજદર શામેલ છે. આ વ્યાજદર 1 એપ્રિલ 2020થી લાગુ થશે. વ્યાજને વર્ષના આધાર પર કમ્પાઉન્ડ કરવામાં આવે છે. આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણની રકમ 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનામાં બેઘણી થઈ જાય છે. 

રોકાણની રકમ 
કિસાન વિકાસ પત્રમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવામાં આવી શકે છે. આ સ્કીમમાં 100 રૂપિયાના મલ્ટીપલમાં રોકાણ કરવાનું રહેશે. રોકાણની કોઈ વધુ સીમા નથી. 

કોણ ખોલી શકે છે એકાઉન્ટ? 
આ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં એક પુખ્ત વયનો માણસ અથવા ત્રણ પુખ્ત વયના લોકો સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. તે ઉપરાંત આ યોજનામાં નાબાલિકની તરફથી અભિભાવક અથવા કમજોર મગજના વ્યક્તિની તરફથી અભિભાવક પણ ખાતુ ખોલાવી શકે છે. આ સ્કીમમાં 10 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિ પોતાના નામમાં પણ એકાઉન્ટ ખોલી શકે છે. 

મેચ્યોરિટી 
પોસ્ટઓફિસી યોજનામાં જમા કરવામાં આવેલી રકમ નાણામંત્રાલય દ્વારા જમા કરેલી તારીખથી સમય સમય પર નિર્ધારિત કરવામાં આવેલી મેચ્યોરિટીના સમય પર મેચ્યોર થશે. 

એકાઉન્ટને મેચ્યોરિટી પહેલા બંધ કરવું 
કિસાન વિકાસ પત્ર સ્કીમમાં અમુક સ્થિતિઓમાં મેચ્યોરિટી પહેલા કોઈ પણ સમયે બંધ કરી શકાય છે. તેના સિંગલ એકાઉન્ટ હોલ્ડરની મોત અથવા જોઈન્ટ એકાઉન્ટમાં દરેક ખાતાધારકોના મોત થવાની સ્થિતિમાં એકાઉન્ટ બંધ કરવામાં આવી શકે છે. તે ઉપરાંત કોર્ટના આદેશ પર પણ ખાતુ બંધ થઈ શકે છે. તે ઉપરાંત જમા તારીખથી 2 વર્ષ અને 6 મહિના બાદ ખાતુ બંધ કરવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Post Office kisan vikas patra  saving schemes કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસ post office
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ