બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / positive gdp growth seen in q3 need to fight inflation rbi

રિપોર્ટ / RBIએ ત્રીજા ત્રિમાસિકને લઇને GDP માટે કર્યું એવુ અનુમાન કે મોદી સરકાર માટે આવી શકે છે રાહતના સમાચાર

Published By: Divyesh

Last Updated: 11:39 AM, 25 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI) એ ફરી એક વખત જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યાં છે. RBIના એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ત્રીજા  ત્રિમાસીકમાં GDP પોઝિટિવમાં આવી શકે છે.

RBIના સમાચારમાં 'અર્થવ્યવસ્થાની સ્થિતિ'ના ટાઇટલ હેઠળ એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર-ડિસેમ્બર ત્રિમાસિકમાં GDP ગ્રોથ રેટ સકારાત્મક રહેવાનું અનુમાન છે. કારણ કે ભારતીય અર્થવ્યવસ્થા કોવિડ-19ની સામે ઝડપથી બહાર આવી રહી છે. 
 

કોરોના સંકટના કારણે હાલના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં GDPમાં 23.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બીજા ત્રમાસિકમાં GDP ગ્રોથ -7.5 ટકા નોંધાયો હતો. પરંતુ હવે RBIનું અનુમાન છે કે ત્રીજા ત્રિમાસિકમાં GDP પોઝિટિવ જોવા મળી શકે છે. 

કેટલાક રિપોર્ટને ધ્યાનમાં લઇને RBIનું કહેવું છે કે ત્રીજા ત્રિમાસિકમાં આ GDPની વાસ્તિવક ગ્રોથ પોઝિટિવના ક્ષેત્રમાં આવી જતા 0.1 ટકા રહી શકે છે. આ સિવાય RBIના આ રિપોર્ટમાં અનુમાન લગવામાં આવ્યું છે ચાલુ નાણાંકીય વર્ષમાં દેશના GDPમાં 9.5 ટકાનો ઘટાડો નોંધી શકાશે. 
 

RBIનું માનીએ તો ભારતીય અર્થવ્યવસ્થામાં જે પ્રકારે તેજીથી ઘટાડો જોવા મળ્યો તેનાથી પણ ઝડપથી રિકવરી જોવા મળી રહી છે. ઇકોનોમીમાં તેજ રિકવરી પાછળ બે કારણ કામ કરી રહ્યું છે. એક તો કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે જ્યારે બીજું સરકારે ઇકોનોમીમાં સુધાર માટે ઘણા મહત્વના પગલા લીધા છે. કોરોના સંકટ દરમિયાન કેટલાક આર્થિક પેકેજ જાહેર કર્યાં છે. 

રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કેસમાં ઘટાડાના કારણે રોકાણ અને ખપતની માગને સમર્થન મળી રહ્યું છે. જ્યારે આર્થિક ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે. જેમ કે પીએમઆઇ, વીજળી ખપત, નૂર, GSTના આંકડા બતાવે છે કે બીજા છ માસમાં જે તેજી આવી છે તે હજી આગળ પણ રહેવાની આશા છે. 

RBIના આ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છેકે ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર નહી આવવાથી સ્થિતિ સારી છે અને અર્થવ્યવસ્થાની ગતિને મદદ મળી રહી છે. જો કે આરબીઆઇએ સ્પષ્ટ કરી દીધું છે કે આ આ રિપોર્ટમાં લેખકોનો પોતાનો વિચાર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

GDP India RBI આરબીઆઇ જીડીપી ભારત GDP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ