બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar childrens beaten videos viral

પોરબંદર / કંપારી છુટી જાય તેવો નાના બાળકોને માર મારનારને SPએ શોધી કાઢ્યા

Published By: vtvAdmin

Last Updated: 11:23 PM, 22 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે બાળકોને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થયો હતો. અલગ-અલગ ગામોના નામ આપી અને વીડિયો હોવાનુ ર્ચચામાં આવ્યુ હતું. અંતે આ વિડીયો પોરબંદરના કુછડી ગામનો હોવાનુ પોરબંદર પોલીસે જણાવ્યુ હતુ. એસપી પાર્થરાજસિહ ગોહિલના પ્રયાસોના કારણે મારમારનાર ત્રણ શખ્સો સામે ફરીયાદ નોધવામાં આવી છે.

જુઓ કઈ રીતે માસુમ બાળકોને મારમારવામાં આવી રહ્યો છે

આ વિડીયો સોશિયલ મીડિયામાં એટલે વાયરલ થયો કે તેમની ર્ચચાઓ શરૂ થઈ ગઈ હતી. પ્રથમ શાળાના શિક્ષક બાળકોને મારમારી રહ્યા છે તેવી ર્ચચાઓ શરૂ થઈ હતી. આ વીડિયો છત્રાવા ગામોનો હોવાની સાથે અમરેલીનો હોવાની ર્ચચાઓ શરૂ થઈ હતી. આ બનાવના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા અને શિક્ષણ વિભાગ પણ તપાસમાં જોડાયું હતું.

અંતે પોરબંદરના જીલ્લા પોલીસવડા પાર્થરાજસિહ ગોહિલે આ વીડિયોની સાચી હકીકત લોકોની સામે લાવ્યા છે. આ વિડીયો પોરબંદરના કુછડી ગામનો હોવાનું પોરબંદર પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે. બનાવામાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધવામાં આવી છે તેમાં એવી વિગતો સામે આવી છે. 

બેરહેમીપૂર્વક મારમાર્યો અને શ્વાનને પુરાવાના પાંજરામાં બાળકોને પુર્યા

કુછડી ખાતે રહેતા પરબતભાઈ કારાભાઈ કુછડીયા, લીલાભાઈ ખીમાભાઈ કેશવાલા અને વેજાભાઈ જીવાભાઈ કુછડીયા સહિતના ત્રણ શખ્સોએ આજ ગામના બે બાળકોને બેરહેમીપૂર્વક મારમાર્યો એટલું જ નહી શ્વાનને પુરાવાના પાંજરામાં બાળકોને પુરવામાં આવ્યા હતા. ડેરીમાંથી આ બાળકો ચોરી કરતા હોવાનો આક્ષોપ કરી અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસે બાળકોના વાલીની ફરિયાદ નોંધી અને ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે. 

વીડિયોની સત્ય હકીકત જાબાંઝ એસપી બહાર લાવ્યા

કુછડી ગામે બે બાળકોને મારમારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોની સત્ય હકીકત પોરબંદરના જાબાંઝ એસપી પાર્થરાજસિંહ ગોહિલ બહાર લાવ્યા છે. બાળકોને મારમારનાર ત્રણ શખ્સો સામે ફરીયાદ પણ નોંધી છે. બાળકો સાથે અમાનવીયવર્તન કરનારને પોરબંદર પોલીસે પાઠ ભાણવતા પોરબંદર પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Children gujarat porbandar videos viral porbandar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ