બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Popular Telugu actor Chandra Mohan passed away, said goodbye to the world at the age of 82

દુઃખદ / ફિલ્મ જગતમાં શોકની લહેર: સાઉથની ફિલ્મોના ફેમસ એક્ટર-કોમેડિયનનું 82 વર્ષની વયે નિધન, હૈદરાબાદમાં લીધા અંતિમ શ્વાસ

Megha

Last Updated: 04:06 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા ચંદ્ર મોહનનું 82 વર્ષની ઉંમરે નિધન થયું, જુનિયર એનટીઆરએ ટ્વીટ કરીને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

  • સાઉથ ઇન્ડસ્ટ્રી માંથી દુખદ સમાચાર સામે આવ્યા છે
  • તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા ચંદ્ર મોહનનું નિધન 
  • અભિનેતાએ આજે ​​સવારે અંતિમ શ્વાસ લીધા હતા

સાઉથ ઇન્ડસ્ટ્રી માંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ સિનેમાના જાણીતા અભિનેતા ચંદ્ર મોહનનું નિધન થયું છે. 82 વર્ષના પીઢ અભિનેતાએ આજે દુનિયાને અલવિદા કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને હૃદય સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ સ્ટાર્સ અને ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અભિનેતાએ આજે ​​સવારે અંતિમ શ્વાસ લીધા હતા
અહેવાલો અનુસાર, અભિનેતા ચંદ્ર હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં હૃદય સંબંધિત બિમારીની સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન આજે (11 નવેમ્બર) તેમને હાર્ટ એટેક આવ્યો અને સવારે 9:45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની અંતિમ વિદાય અને અંતિમ સંસ્કાર સોમવારે હૈદરાબાદમાં થશે. 

સ્ટાર્સે પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું
જુનિયર એનટીઆરએ ટ્વિટર પર ટ્વીટ કરીને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અભિનેતાએ લખ્યું, 'કેટલાક દાયકાઓ સુધી ફિલ્મોમાં અલગ-અલગ ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવનાર ચંદ્ર મોહન ગરુનું નિધન અત્યંત દુઃખદ છે. તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.' આ સિવાય દિગ્દર્શક મારુતિ, અભિનેતા સાંઈ ધરમ તેજ અને નિર્માતા શ્રીનિવાસ કુમારે પણ ચંદ્રાને શ્રદ્ધાંજલિ આપી છે.

આવી રહી ફિલ્મી સફર  
ચંદ્રનો જન્મ 23 મે, 1941ના રોજ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત 1966માં આવેલી ફિલ્મ 'રંગુલા રત્નમ'થી કરી હતી. જે બાદ એમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતાએ તેની કારકિર્દીમાં લગભગ એક હજાર ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી તેણે 1975માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિનેતા કોમેડી તેમજ ગંભીર પાત્રો ભજવવા માટે જાણીતા હતા.

ચંદ્રએ અનેક ઉત્તમ પાત્રો ભજવીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમની શાનદાર અભિનય માટે તેમને 2 નંદી પુરસ્કારો સાથે ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ