બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Poor sleep and snoring can weaken the brain's nerves, an Ames study shockingly reveals

હેલ્થ ન્યૂઝ / 'ઉંઘમાં ખલેલ અને નસકોરાં મગજની નસોને કરે છે ડેમેજ': AIIMSના રિસર્ચમાં આંખ ઉઘાડતો ખુલાસો

Pravin Joshi

Last Updated: 05:15 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઊંઘની કમી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેની પ્રથમ અસર મન પર પડે છે. AIIMSના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઊંઘ સંબંધિત સમસ્યાઓ વ્યક્તિની સમજવાની શક્તિને અસર કરી શકે છે.

સ્વાસ્થ્ય માટે રાતની ઊંઘ ખૂબ જ જરૂરી છે. તેના મહત્વને નજરઅંદાજ કરવાની ભૂલ તમને ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે. હાલમાં AIIMSના ન્યુરોલોજી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા (OSA) અને ઊંઘની નબળી ગુણવત્તાના લક્ષણો મગજ પર પ્રતિકૂળ અસર કરે છે. આ અભ્યાસમાં 6,795 વ્યક્તિઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં 50 વર્ષ અને તેથી વધુ વયની 49 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં સામે આવ્યું છે કે OSA મગજના તે ભાગમાં કોષોને નબળા બનાવવાનું કામ કરે છે જ્યાં મેમરી સંગ્રહિત થાય છે અને માહિતીની પ્રક્રિયા થાય છે. તેની અસર 50-60 વર્ષની વયના લોકોમાં સમજણ શક્તિમાં ઘટાડો થવાના સ્વરૂપમાં નોંધવામાં આવી છે.

ભૂલથી પણ નસકોરાને નજરઅંદાજ ન કરતા, નહીં તો વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ!,  જાણો કારણ snoring problem symptom of heart and serious disease

ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા શું છે?

જ્હોન્સ હોપકિન્સ મેડિસિન અનુસાર, જ્યારે ઊંઘ દરમિયાન તમને 10 સેકન્ડથી વધુ સમય માટે શ્વાસ લેવામાં અવરોધનો અનુભવ થાય છે ત્યારે ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા થાય છે. આ એક આનુવંશિક સમસ્યા છે. આ ઉપરાંત જે લોકો નાક બંધ થવું, થાઇરોઇડ વિકૃતિઓ, મેનોપોઝ, સ્થૂળતા, માથા અને ગરદનને ટેકો આપતા પેશીઓમાં ખામી, ડાઉન સિન્ડ્રોમ અને ધુમ્રપાન કરતા હોય તેવા લોકોમાં તેનું જોખમ વધારે છે.

રાત્રે નસકોરાં બોલાવતા લોકો ચેતજો! હૃદયની બીમારીથી લઈને સ્ટ્રોકનો પણ હોઇ  શકે સંકેત, માત્ર એક આદુંથી દૂર થઈ શકે છે સમસ્યા | health news snoring can  be a ...

ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયાના લક્ષણો

કેટલાક લોકોને કોઈપણ લક્ષણો વિના ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોય છે. જ્યારે ઘણા લોકોમાં આ સમસ્યા નસકોરાં, સવારે માથાનો દુખાવો, દિવસ દરમિયાન વારંવાર ઉંઘ આવવી, સરળતાથી ચીડિયાપણું, હતાશા, વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી જેવા લક્ષણોના રૂપમાં જોવા મળે છે.

Topic | VTV Gujarati

OSA ની અસર મગજ પર થઈ શકે છે
આ મામલે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જે વ્યક્તિઓમાં ઊંઘની ગુણવત્તા નબળી હોય અથવા OSA ના કોઈ ચિહ્નો હોય તેઓને યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે. કોઈપણ પ્રતિકૂળ અસરો ટાળવા માટે તેની સારવાર કરાવવી જરૂરી છે. 

Topic | VTV Gujarati

વધુ વાંચો : જમતા સમયે વાત કરતાં હોય તો થઈ જશો અરોફૈઝિયાના શિકાર, લક્ષણો દર્દ અને હવાવાળા

સારી ઊંઘ માટે આ વાતોનું ધ્યાન રાખો

સારી ઊંઘ મેળવવા માટેની ટિપ્સ આપતાં નિષ્ણાંતોએ કહ્યું કે વ્યક્તિએ દરરોજ એક જ સમયે સૂવું અને જાગવું જોઈએ. આ સાથે આલ્કોહોલ, કેફીન, નિકોટિન અને અન્ય ઉત્તેજક પદાર્થોનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ કરીને બપોરે 2 વાગ્યા પછી. સાંજ કે રાત્રે ધ્યાન કરો અથવા મનને આરામ આપનારી કસરતો કરો. સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલાં ખોરાક લો. ધ્યાન રાખો કે રાત્રિભોજન વધારે મસાલેદાર ન હોવું જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ