બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Police surveillance on the accused in Geeta Mandir area of Ahmedabad

અમદાવાદ / પોલીસ સ્ટેશનમાં જ મંગાએ મીડિયા કર્મીઓ સાથે કરી માથાકૂટ, પોલીસ મૂગી મરતા આરોપીને ફાવતું જડ્યું

Dinesh

Last Updated: 12:05 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી મંગોએ મીડિયા કર્મીઓને કહ્યું હતું કે, ભાઈ હોવાના કારણે તમને જવા દઉં છું, પોલીસ આ સાંભળી પણ મૌન રહી.

  • ગીતા મંદિર વિસ્તારમાં આરોપીઓ પર પોલીસની રહેમનજર
  • પોલીસ છાવરતી હોવાથી આરોપી કરી રહ્યા છે દાદાગીરી
  • 2 વખત પાસા થયા બાદ પણ આરોપીએ લોકો સાથે કરી માથાકૂટ


અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આરોપીઓ બિંદાસ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગીતા મંદિર વિસ્તારમાં પોલીસની રહેમ નજર હોય તેવું જણાઈ રહ્યું છે. આરોપીઓ બેફામ બન્યા હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યાં છે.  

મીડિયા કર્મીઓ સાથે પણ આરોપી મંગાએ કરી બબાલ
પોલીસ છાવરતી હોવાથી આરોપી દાદાગીરી કરી રહ્યા છે. 2 વખત પાસા થયા બાદ પણ આરોપીએ લોકો સાથે માથાકૂટ કરી છે. મીડિયા કર્મીઓ સાથે પણ આરોપી મંગાએ બબાલ કરી છે. અત્રે જણાવીએ કે, પોલીસ સ્ટેશનમાં જ મંગા નામના આરોપીએ મીડિયા કર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. મીડિયા સમક્ષ આરોપી મંગાએ પોલીસકર્મીઓને પોતાના ભાઈ કહ્યા હતા

પોલીસ મૌન કેમ ?
આરોપી મંગોએ મીડિયા કર્મીઓને કહ્યું હતું કે, ભાઈ હોવાના કારણે તમને જવા દઉં છુ. પરંતુ આ તમામ બાબત પોલીસકર્મીઓ સામે બોલ્યો હતો અને પોલીસ કર્મચારીઓ આરોપી મંગાને માત્ર જોતા જ રહ્યા હતાં. જેને લઈ ચર્ચા જાગી છે ગીતા મંદિર વિસ્તારમાં આરોપીઓ પર પોલીસની રહેમ નજર છે. વર્તમાનમાં ગીતા મંદિર વિસ્તારમાં ક્રાઈમની ઘટના વધી રહી છે જેને લઈ જણાઈ રહ્યું છે કે, પોલીસની ક્યાંકને ક્યાંક રહેમ નજર છે.  

સળગતા સવાલ
ક્યાં સુધી અસામાજીક તત્વો બેફામ રહેશે?
ક્યાં સુધી પોલીસ આરોપીઓને છાવરશે?
ક્યાં આમ જનતાને અસામાજીક તત્વો હેરાન કરશે?
શું પોલીસ આરોપી મારફતે ખંડણી ઉઘરાવે છે?
સામાન્ય વેપારીઓ ક્યાં સુધી ભયમાં રહી ધંધો કરશે?
પોલીસ પ્રજારક્ષક થઇને જ આવા લુખ્ખાઓ સામે કેમ મૌન સેવી લે છે?
આરોપી કહે છે પોલીસ તો ભાઈ જેવી છે, તેમાં સત્ય કેટલું?
શું આમ જનતાને ભયમુક્ત જીવન જીવવા મળશે કે કેમ?

પોલીસ ચોકીના દરવાજો તોડી નાખ્યો
અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. કુખ્યાત આરોપી ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ પોલીસ ચોકીના દરવાજો તોડી નાખ્યો. જોકે આ હુમલા પાછળનું કારણ પોલીસ તેના ઘરની તપાસ કરતી અને મંગાની શોધખોળ કરતી હોવાનું સામે આવ્યું હતુ. તોડફોડ ના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. 

મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગાનો આતંક યથાવત
અમદાવાદ શહેરમાં વેપારીઓ કે લોકો તો ઠીક પોલીસ ચોકી પણ સુરક્ષિત નથી. આ કહેવું એટલા માટે ખોટું નથી.  કેમ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગાનો આતંક યથાવત છે. ભાવેશ અને તેના સાગરીતે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી ફરી એકવાર વેપારીઓ અને પ્રવાસીઓ સાથે બોલચાલ કરી મારામારી કરી. જે બાદ પોલીસે આરોપીએ દૂર લઈ ગઈ, જોકે થોડા સમય બાદ ફરીથી માંગો અને તેના સાગરીતે પોલીસ ચોકી પર આવી પોલીસ ચોકીના દરવાજાના કાચ તોડી નાખ્યા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આરોપી મંગો પોતાના માથા વડે પોલીસ ચોકીને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તે પહેલા બસ સ્ટેન્ડમાં આવી તેને પાર્કિંગ કરેલ વાહનોને લાકડી વડે નુકસાન પણ પહોંચાડ્યું એ પછી બુકિંગ કાઉન્ટર તરફ જઈને પ્રવાસીઓ સાથે ઝપાઝપી  પણ કરી જેથી આક્રોશ ભરાયેલ ટોળાએ તેને મેથીપાક પણ ચખાડ્યો. 

બે મહિના પહેલા એસટી બસ સ્ટેન્ડ પર ખંડણી ઉઘરાવી હતી
એસટી બસ સ્ટેન્ડ પર અગાઉ બે મહિના પહેલા પણ મંગાએ અને તેના સાગરીતો એ આતંક મચાવી ખંડણી ઉઘરાવી હતી. જેને લઈને તેની પર પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. બે દિવસ પહેલા પણ મજૂર ગામ વિસ્તારમાં સ્થાનિકો સાથે બોલચાલ થઈ હતી. અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે વાત આજે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. એટલે કે અત્યાર સુધી મંગા સામે કુલ 11 જેટલી પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. 

પોલીસ કમિશ્નર ચાર્જમાં હોવાથી પાસાની કાર્યવાહિ બંધ
એસટી બસ સ્ટેન્ડ પર વેપાર કરતા લોકોમાં પણ મંગાના આતંકના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે અનેકવાર પોલીસને ફરિયાદ કરી ચૂક્યા છે, જોકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચાર્જમાં હોવાથી પાસાની કાર્યવાહી બંધ છે.. અને માટે જ મંગા જેવા આરોપીઓને છૂટો દોર મળી જાય છે. જોકે આવા આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાય તે જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ