બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / DGPના આદેશ બાદ રાજ્યભરમાં પોલીસની તવાઈ: રાષ્ટ્ર વિરોધી તત્ત્વો સામે મોટી કાર્યવાહી
Last Updated: 11:16 PM, 18 November 2025
Gandhinagar News : રાજ્યના ડીજીપી દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું કરતા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે વિશેષ તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ વિવિધ ગુનાહિત કેસોમાં સામેલ, ખાસ કરીને ગુજસીટોક, UAPA જેવા કેસોમાં નામોદર થયેલા આરોપીઓની ઘેર-ઘેર તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
SOG દ્વારા સ્પેશિયલ ઓપરેશન
અમદાવાદ શહેરમાં પણ આ કાર્યવાહીનો જોરદાર પ્રભાવ જોવા મળ્યો હતો. શહેરની SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ટીમોએ આરોપીઓના ઘરોમાં ચેકિંગ કરી શંકાસ્પદ વસ્તુઓ, દસ્તાવેજો અને ડિજિટલ સામગ્રી અંગે માહિતી એકત્રિત કરવા કામગીરી શરૂ કરી છે. રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનારા તત્ત્વોને ઓળખવા અને તેમના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ તંત્ર તતમાં લાગી ગયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 9 લોકોનાં મોત નિપજાવનારા તથ્ય-પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જફ્રેમ થયાં, નીચું માથું રાખીને કોર્ટમાં આવ્યો
તમામ ખાસ યુનિટોને કામે લગાડાયા
ADVERTISEMENT
પોલીસ સૂત્રો અનુસાર, ડીજીપીના આદેશ બાદ રાજ્યની તમામ સ્પેશિયલ યુનિટ્સ — SOG, ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને ઇન્ટેલિજન્સ વિંગ — દ્વારા સંકલિત કામગીરી હાથ ધરાઈ છે. ખાસ કરીને એવા લોકોની પ્રોફાઇલિંગ શરૂ કરવામાં આવી છે જે અગાઉ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓમાં સામેલ રહ્યા છે અથવા જેમનો સંડોવણાનો શંકાસ્પદ ઈતિહાસ છે. આવા તમામ વ્યક્તિઓની વિગતો એકત્રિત કરી ડેટાબેઝ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.
રાજ્યનો કાયદો વ્યવસ્થા મજબુત કરવા આદેશ
ADVERTISEMENT
આ તપાસ અભિયાનનો ઉદ્દેશ રાજયમાં કાયદો-વ્યવસ્થા મજબૂત કરવાનો તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને પડકારરૂપ બની શકે એવા તત્ત્વોને પહેલાંથી રોકી નાખવાનો છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે અને જો જરૂરી હોય તો વધુ સખ્ત પગલાં લેવાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.