બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Police Commissioner claim that crimes have reduced in Ahmedabad city

દાવો / કરોડોના વિદેશી દારૂનો નાશ, આરોપીઓની ધરપકડ..., ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડાને લઇ અમદાવાદ CPનો દાવો

Vishal Khamar

Last Updated: 07:05 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા પોલીસની કામગીરી અને ગુનાખોરીને લઈને કર્યા ખુલાસા.. 33 કરોડની ચોરીની વસ્તુઓ પોલીસે પરત આપીને ઉમદા કામગીરી કરી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેમના 6 મહિનાના કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે તેમના આવ્યા બાદ કામગીરી નો હિસાબ કિતાબ મીડિયા સમક્ષ રજૂ કર્યો.

  • અમદાવાદ શહેરમાં ગુનાઓમાં ઘટાડાનો દાવો
  • 6 માસમાં ઘરફોડ, લૂંટ સહિતના ગુનાઓમાં ઘટાડો
  • બંધ CCTV કેમેરા મામલે ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં

 અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકએ રીંગરોડની હદ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપી. આ ઉપરાંત તમને એ પણ કહ્યું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુન વસવાટ માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે. પોલીસ કમિશનર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આંકડાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી છે. જેમાં એક ઓક્ટોબરથી 31મી જાન્યુઆરી સુધી શહેરમાં 55 હજાર લિટર દેશી દારૂ અને 5 લાખ 73 હજાર 937 બોટલ વિદેશી દારૂ નો નાશ કરાયો છે , જેની કિંમત 8 કરોડ 15 લાખ 94 હજાર થાય છે. આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ પૈકી કુલ 880 ગુનામાં પકડાયેલ 33 કરોડનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હોવાની વાત કહીં. જેમાં સોના ચાંદી રોકડ રકમ વગેરેનો સમાવેશ થાય છે. 

ચર્ચાસ્પદ કેડીલા ફાર્માસ્યુટિલક મામલે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છેઃ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર
તેમજ છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ એવા રાજીવ મોદી કેસ બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી સામે નોંધાયેલ બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ઉમિયા નગર વિસ્તારમાં આ સામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી.. મહત્વનું છે કે અમદાવાદ શહેરની ફરતે આવેલ ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગરોડ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 

80 ટકા ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ
અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ એક 75 કિલોમીટર અંતરના રિંગરોડ પોલીસની હદની દ્રષ્ટિએ વાત કરીએ તો 80% ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે. જ્યારે બાકીનો 20 ટકા રીંગરોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવિષ્ટ છે. હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણીવાર સમસ્યા ઊભી થાય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહો વિભાગને રીંગરોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 

વધુ વાંચોઃ બાપ રે! ગુજરાતમાં 5 લાખથી વધુ બાળકો છે કુપોષણના શિકાર, સામે આવ્યાં ચોંકાવનારા આંકડા, જાણો સૌથી વધુ ક્યાં

આગામી સમયમાં તમામ જગ્યા પર બંદોબસ્ત ગોઠવી જરૂરી પગલાં લેવામાં આવશે
અમદાવાદ શહેરમાં ઘરફોડ લૂંટ સહિતના ગુનાઓમાં ઘટાડો થયાનો દાવો કર્યો હતો. 31 જુલાઈથી અત્યાર સુધી અનેક ગુનાઓ ઓછા થયા છે. તેમજ લૂંટ અને ધાડના 8 ગુનોઓમાં તમાં આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા નાઈટ રાઉન્ડમાં પોલીસે રેડ એલર્ટ સ્ક્રીમ ગોઠવી હોવાથી ઘરફોડ ચોરીમાં ઘટાડો થયો હતો.  તેમજ વર્ષો સુધી પેન્ડીંગ રહેલા કેસોમાં મુદ્દામાલ પરત કર્યાનો કમિશ્નરે દાવો કર્યો હતો. તેમજ આગામી લોકસભા ચૂંટણીને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત લઈ કામગીરી શરૂ કરી હતી. તેમજ આગામી સમયમાં તમામ જગ્યા પર બંદોબસ્ત ગોઠવી જરૂરી પગલા લેવામાં આવશે. તેમજ સીસીટીવી કેમેરા બંધ મામલે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે. તેમજ ગૃહ વિભાગ અને એએમસી હસ્તકના કેટલાક વિસ્તારો આવતા હોવાથી પત્રો લખવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ