બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The number of malnourished children in 31 districts of the state is against
Vishal Khamar
Last Updated: 05:27 PM, 7 February 2024
ADVERTISEMENT
ગુજરાતનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ થયા બાદ ત્રણ દિવસ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં 31 જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવવા પામી હતી. વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબમાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી હતી. રાજ્યમાં 31 જીલ્લામાં 5 લાખ 70 હજાર 330 કુપોષિત બાળકો નોંધાયા હતા.
વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબમાં માહિતી સામે આવી
રાજ્યમાં 31 જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં સૌથી વધુ કુપોષિત બાળકો અમદાવાદ જીલ્લામાં 56941 નોંધાવા પામ્યા હતા. જ્યારે દાહોદ જીલ્લામાં 51321 કુપોષિત બાળકો તેમજ બનાસકાંઠા જીલ્લામાં 48866 કુપોષિત બાળકો નોંધાયા હતા. મહત્વનું છે કે વિધાનસભામાં સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબમાં માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
3 જીલ્લામાં બાળકોની કુપોષણની સંખ્યામાં વધારો થવા પામ્યો
વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા કુપોષિત બાળકોનાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 31 જીલ્લાનાં 5,70,330 કુપોષિત બાળકો નોંધાયા હતા. બાળકોમાં અતિ ઓછા વજનવાળા બાળકોનો પણ નોંધાવા પામ્યા છે. રાજ્યના 3 જીલ્લામાં બાળકોની કુપોષણની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા તેમજ દાહોદ જીલ્લાનો સમાવેશ થાય છે.
વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા કુપોષિત | |
વડોદરા | 20545 |
પંચમહાલ | 31512 |
બનાસકાંઠા | 48866 |
મહીસાગર | 13160 |
દાહોદ | 51321 |
અમદાવાદ | 56941 |
પાટણ | 11188 |
બોટાદ | 6038 |
કચ્છ | 12846 |
જુનાગઢ | 7748 |
આણંદ | 19586 |
ભાવનગર | 26188 |
સુરેન્દ્રનગર | 17125 |
અરવલ્લી | 15392 |
ભરૂચ | 19391 |
સાબરકાંઠા | 25160 |
તાપી | 8339 |
બનાસકાંઠા | 48866 |
પોરબંદર | 1334 |
દેવભૂમિ દ્વારકા | 5005 |
જામનગર | 9035 |
મોરબી | 4927 |
ખેડા | 28800 |
નર્મદા | 13997 |
નવસારી | 1548 |
વલસાડ | 15802 |
રાજકોટ | 15573 |
સુરત | 26682 |
છોટાઉદેપુર | 19898 |
ગાંધીનગર | 14626 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.