બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police action in case of vandalism on Setrunjay Mountain in Palitana of Bhavnagar

એક્શન / શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે જૈન સમાજમાં મહાઆક્રોશ, SPના આદેશ બાદ પર્વત પર ઉભી કરાઈ પોલીસ ચોકી

Malay

Last Updated: 08:02 AM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે પોલીસ એક્શનમાં આવી છે. SPના આદેશ બાદ તાત્કાલિક અસરથી શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી ઉભી કરાઈ છે.

  • શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે પોલીસ એક્શનમાં
  • શેત્રુંજય પર્વત પર ભાવનગર પોલીસે ઉભી કરી પોલીસ ચોકી
  • PSI, 2 ASI અને 10 પોલીસ કર્મીઓનો સ્ટાફ તૈનાત

પાલીતાણાના શેત્રુંજય તીર્થમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડના પડઘા ઠેરઠેર પડ્યા છે. દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. રવિવારે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું હતું. જે બાદ હવે આ મામલે પોલીસ એક્શનમાં આવી છે.

પર્વત પર પોલીસ ચોકી ઊભી કરાઈ
શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે ભાવનગર પોલીસ દ્વારા પર્વત પર પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે. જેમાં એક PSI, 2 ASI અને 10 પોલીસ કર્મીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. મહત્વનું છે કે,  SP દ્વારા શેત્રુંજય પર્વત પર તાત્કાલિક અસરથી પોલીસ ચોકી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યો હતો. 

ગુજરાત સહિત દેશભરમાં જૈન સમાજનો વિરોધ
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે. ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 

શું છે જૈન સમાજની મુખ્ય માંગણીઓ?
સમસ્ત જૈન સમાજની મુખ્ય માંગણીઓ છે કે, મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્ત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે. ગિરિરાજ ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો / દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે. તળેટી રોડ પરના લારી-ગલ્લા વગેરેના દબાણો દૂર કરવામાં આવે. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. રોહિશાળામાં પ્રભુની ચરણપાદુકાની તોડફોડની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવાંમાં આવે. ડોલી એસોશિયેશન દૂર કરવામાં આવે અથવા એનો વહીવટ બદલવામાં આવે. ઘેટીની પાગ બાજુ પણ બાંધકામો અને ગેરકાયદે માઈનિંગ બંધ કરવામાં આવે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ