બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / poisonous liquor in rae bareli

દારૂએ દાટ વાળ્યો / રાયબરેલીમાં ઝેરી દારૂ પી જવાથી નવ લોકોના થયા મોત, ડઝનેક લોકોની હાલત છે અતિ ગંભીર

Pravin

Last Updated: 05:04 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના રાયબરેલીમાં ઝેરી દારૂ પી જવાથી નવ જેટલા લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત અડધો ડઝન જેટલા લોકોની હાલત અતિ ગંભીર છે.

UPમાં ચૂંટણીના માહોલની વચ્ચે ઝેરી દારૂએ તાંડવ મચાવ્યો છે. રાયબરેલીમાં મહારાજગંજ ક્ષેત્રના પહાડપુર ગામમાં દારૂ પિવાથી થોડા કલાકોમાં જ કેટલાય લોકોના મોત થઈ ગયા છે. મંગળવારે મોડી સાંજે શરૂ થયેલ આ મોતનો સિલસિલો બુધવાર બપોર સુધી ચાલુ રહ્યો હતો. બે ડઝન જેટલા લોકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ તમામને સીએચસીથી રેફર કરવામાં આવ્યા છે.

જિલ્લા અધિકારી વૈભવ શ્રીવાસ્તવ, અધિક પોલીસ અધિક્ષક વિશ્વજીત શ્રીવાસ્તવ સહિત પોલીસ તથા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચીને તપાસમાં લાગી ગયા છે. જિલ્લા પ્રશાસને આ બાબતે આબકારી ખાતાના એક સિપાહીને સસ્પેન્ડ કરી દીધો છે. આ ઉપરાંત જિલ્લા આબકારી અધિકારી રાજેશ્વર મૌર્યને નોટિસ જાહેર કરીને જવાબ માગવામાં આવ્યો છે.


એડીએમ પ્રશાસને બુધવારે જણાવ્યું હતું કે, પહાડપુર સ્થિત સરકારી દારૂની દુકાન પર ઝેરી દારૂ પી જવાથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત થઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ દુકાનનું લાયસન્સ ધીરેન્દ્ર સિંહના નામે છે. તેમણે જણાવ્યું કે, દુકાન પર મંગળવાર મોડી સાંજે દારૂ ખરીદીને પીધો હતો.


કુમારે જણાવ્યું કે, મોડી રાતે પોલીસને જાણ થઈ કે, બે વ્યક્તિઓ મહારાજગંજ સ્થિત પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા છે. દારૂ પીધેલા લોકોમાં  અન્ય લોકોની હાલત બાદમાં બગડતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નવ લોકોના મોત થઈ ચુક્યા છે. અન્યની હાલત પણ ગંભીર હોવાનું જણાવ્યું છે . ઝેરી દારૂ પીવાથી મરનારા લોકોમાં પંકજ (28), સરોજ (40), રામસુમેર (40), ગજોધર (46), વંશિલાલ (50), સુખરાની (60) અને ચંદ્રપાલ (50) સહિત અન્ય બેની હાલત અત્યાર સુધીમાં ગંભીર હોવાની સત્તાવાર માહિતી મળી રહી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કુમારે જણાવ્યું છે કે, દારૂની દુકાનના માલિક હાલમાં ફરાર છે. તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તેની શોધ કરી રહી છે.
 
અડધો ડઝન લોકોની હાલત ગંભીર

દારૂ પીનારા લોકોમાં અડધો ડઝન લોકોની હાલત ગંભીર બનેલી છે. તેમની સારવાર પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર તથા જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. જિલ્લા અધિકારી જણાવ્યું છે કે, એક મહિલા સહિત કેટલાય લોકોના મોત થયા છે. તપાસ થઈ રહી છે. અમુક લોકોની હાલત ગંભીર છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ