બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pnb revises fixed deposit interest rates with effect from august 1

બદલાવ / SBI બાદ હવે આ સરકારી બેંકના ગ્રાહકોને ઝટકો, એફડીમાં કર્યો મોટો ફેરફાર

Published By: Krupa

Last Updated: 01:01 PM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે એક વર્ષના ડિપોઝીટ રેટમાં 0.05 ટકાથી 0.50 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. વાસ્તવમાં, પંજાબ નેશનલ બેંકે ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં ઘટાડો કરી દીધો છે. બેંકના આ નિર્ણયથી એ ગ્રાહકોને ઝટકો લાગશે જે ફિક્સ્ડ ડિપોઝીટના રોકાણનો સારો વિકલ્પ માને છે. ચલો જાણીએ બેંકના વ્યાજદરમાં કેટલો ઘટાડો થયો છે. 

પંજાબ નેશનલ બેંકે ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં 0.50 ટકાનો કાપ મૂક્યો છે. બેંકની વેબસાઇટ પ્રમાણે 7 થી 14 દિવસ અને 15 29 દિવસના મેચ્યોરિટી સમય માટે વ્યાજદર 5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ પહેલા આ સમય માટે વ્યાજ દર 5.50 ટકા હતો. 

તો બીજી બાજુ સીનિયર સીટિઝન માટે આ સમયનો વ્યાજ દર 5.50 ટકા કરી નાંખવામાં આવ્યો છે. અહીંયા વ્યાજ દર 2 કરોડ રૂપિયા સુધીના રોકાણ પર લાગૂ થશે. પીએનબીના આ નવા વ્યાજ દરો 1 ઓગસ્ટથી લાગૂ થઇ ગયા છે. 

સરળ ભાષામાં સમજીએ તો જો તમે 1 ઓગસ્ટથી પીએનબીમાં ફિક્સ્ડ ડિપોઝીટના દ્વારા રોકાણ કરવા જઇ રહ્યા છો તો તમને પહેલાની સરખાણીએ 0.50 ટકા ઓછું વ્યાજ મળશે. આ પહેલા જુલાઇમાં પણ પીએનબીએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. 

જણાવી દઇએ કે તાજેતરમાં જ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરની એચડીએફસી બેંક, એક્સિસ બેંકત સહિત ઘણી મોટી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દર ઓછો કરી નાંખ્યો છે. 

તો બીજી બાજુ ગત જૂન મહિનામાં સરકારે એનપીએસ, કિસાન વિકાસ પત્ર અને પીપીએફ જેવી નાન બચત સ્કીમો પર પણ વ્યાજ દર ઘટાડી દીધો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

PNB Punjab national bank SBI business ફિક્સ્ડ ડિપોઝીટ વ્યાજદર Changes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ