ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / pmjdy account holders get these benefits features of pm jan dhan yojana no charges for opening bank account

તમારા કામનું / ઝડપથી ખોલાવી લો મોદી સરકારની આ સ્કિમ હેઠળ ફ્રીમાં બેંક ખાતુ, નહીંતર રહી જશો આ તમામ લાભથી વંચિત

Published By: Dharmishtha

Last Updated: 10:16 AM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી જનધન યોજના પીએમ મોદી મોટે બહું ખાસ અને મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ દેશના ગરીબોના ખાતા ફ્રીમાં ખોલવામાં આવે છે. હાલમાં જ નાણા મંત્રાલય હેઠળ નાણાં સેવા વિભાગ (DFS) ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ બેંક ખાતામાં જમા રકમ 1.30 લાખ કરોડ રુપિયાથી વધુ પહોંચ ગઈ છે. જાણો કયા કયા લાખ મળે છે આ ખાતાના ધારકોને. તેમજ આ ખાતાને લગતી એવી માહિતી અહીં વાંચવા મળશે જે તમને પહેલા નહીં જાણતા હોવ.

ADVERTISEMENT

  • DFSએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે...
  •  કુલ ખાતાની સંખ્યા 40 લાખ કરોડની પાર થઈ ગઈ છે
  • બેંક ખાતામાં જમા રકમ 1.30 લાખ કરોડ રુપિયાથી વધુ પહોંચ ગઈ છે

તેમજ કુલ ખાતાની સંખ્યા 40 લાખ કરોડની પાર થઈ ગઈ છે. પરંતુ જો તમે આમાં ખાતુ નથી ખોલ્યુ તો તમે અનેક સુવિધાઓના લાભથી વંચિત રહી જશો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં કઈ કઈ સુવિધાઓ મળે છે અને ધ્યાન રહે આ ખાતાનો લાભ એ લોકોને જ થશે જેમનું આધાર કાર્ડ ખાતા સાથે લિંક હશે.

આ અકાઉન્ટના ફાયદા

  • આ ખાતું ફ્રીમાં ખુલે છે અને આમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરુર નથી.
  • 6 મહિના બાદ  ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે
  • 2 લાખ રુપિયા સુધીનો એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવર મળશે
  • 30 હજાર રુપિયા સુધીનું લાઈફ કવર, જે લાભાર્થીને મૃત્યુ પરની યોગ્યતાની શરતે પુરુ થવા પર મળે છે.
  • ડિપોજિટ પર વ્યાજ મળે છે.
  • ખાતા સાથે ફ્રી મોબાઈલ બેન્કિંગની સુવિધા અપાઈ છે
  • ખાતા સાથે રુપે ડેબિટ કાર્ડ અપાય છે જેનાથી પૈસા ઉપાડવા ઉપરાંત ખરીદી પણ કરી શકાય છે.
  • ખાતાના માધ્યમથી વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સરળતાથી થાય છે
  • આ ખાતુ છે તો પીએમ કિશાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન ખાતુ સરળતાથી ખુલશે.
  • દેશ ભરમાં પૈસા ટ્રાન્સફરની સુવિધા છે
  • સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા ખાતામાં આવે છે.

તમે નજીકની કોઈ પણ બેંકમાં જનધન ખાતુ ખોલાવી શકો છો. તમારા જુના ખાતાને પણ જનધનમાં ફેરવી શકો છો. જેના માટે તમારે બેંકમાં જઈ ફોર્મ ભરવાનું હોય છે.  આ યોજનામાં નવું ખાતું ખોલવા માટે આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ કે પાન કાર્ડ, વોટર કાર્ડ, NREGA જોબ કાર્ડ, ઓથોરિટિ દ્વારા જાહેર કરવામાં આવેલ ખાસ લેટર, ગેજેટેડ ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવેલો લેટર જેમાં ખાતુ ખોલવા માટેનો અટેસ્ટેડ ફોટો લાગેલો હોય તેની જરુર પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank account pmjdy account જનધન ખાતાધારકો જનધન યોજના પીએમ મોદી bank account

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ