બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / PM Narendra Modi In Assam on the occasion of BIHU, watch the video

અલગ જ અનુભવ! / PM મોદીની હાજરીમાં 11000થી વધુ લોકો કર્યું બિહૂ નૃત્ય, લેઝર શૉએ પણ જમાવ્યું આકર્ષણ, જુઓ VIDEO

Vaidehi

Last Updated: 07:34 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે અસમમાં બ્રહ્મપુત્ર નદી પર બની રહેલા પુલનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન ગુવાહાટીનાં સુરસજઈ સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદી બિહૂ સમારંભમાં પણ જોડાયા અને જનસભાને સંબોધિત કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સહિત અનેક નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.

  • પ્રધાનમંત્રી મોદી આજે અસમનાં પ્રવાસે
  • બિહૂની શુભકામનાઓ આપી કર્યું જનસંબોધન
  • કહ્યું અસમ Aone પ્રદેશ બની રહ્યું છે

આજે PM મોદી અસમનાં પ્રવાસે છે ત્યારે અસમવાસિઓએ પ્રધાનમંત્રીનું સ્વાગત પ્રખ્યાત અને અદભૂત બિહૂનાં સાંસ્કૃતિક નૃત્યથી કર્યું હતું. PM મોદીની હાજરીમાં 11000થી વધુ લોકો કર્યું બિહૂ નૃત્ય કર્યું અને એટલું જ નહીં ભવ્ય લેઝર શૉનાં પણ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જનસંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આજનું આ દ્રશ્ય ટીવી પર જોનારાં કે અહીં આ કાર્યક્રમમાં હાજર રહેનારાં જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે. આ અદભૂત છે, અભૂતપૂર્વ છે...આ અસમ છે. તેમણે કહ્યું કે અસમનાં હજારો કલાકારો મહેનત, તાલમેલ-આજે દેશ અને દુનિયા ગર્વની સાથે જોઈ રહી છે.

અસમ Aone પ્રદેશ બની રહ્યું છે- PM
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન જ્યારે અહીં આવ્યો હતો તે સમયે મેં કહ્યું હતું કે એ દિવસ દૂર નથી જ્યારે Aથી લોકો અસમ બોલશે. આજે ખરેખર અસમ Aone પ્રદેશ બની રહ્યું છે. આ વચ્ચે તેમણે અસમવાસિયોને બિહૂની શુભેચ્છા પણ પાઠવી.

મેડિકલ કોલેજોની મળી અસમને ભેટ
તેમણે કહ્યું કે આજે અસમ અને પૂર્વોત્તરને AIIMS ગૌહાટી અને  3 નવી મેડિકલ કોલેજની ભેટ મળી છે. આજે પૂર્વોત્તરની રેલ કનેક્ટિવિટીથી જોડાયેલી યોજનાઓની પણ શરૂઆત થઈ છે. સાથે જ બ્રહ્મપુત્ર પર કનેક્ટિવિટી વધારવા માટે વધુ એક બ્રિજનું કામ શરૂ થયું છે. મિથેનોલ પ્લાંટ હોવાથી અસમ હવે પાડોશી દેશોમાં નિકાસ કરી શકશે.

બિહૂ અને સંસ્કૃતિ પર બોલ્યાં PM
PM મોદીએ કહ્યું કે આપણી સંસ્કૃતિને અસમવાસિઓએ ઘણી સંભાળીને રાખી છે. તેના માટે તમને જેટલી વધામણી મળે તેટલી ઓછી છે. જેટલા પણ સાથીમિત્રોએ સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લીધો છે તેમની પ્રશંસામાં તો શબ્દ પણ ઓછા પડશે. આપણો તહેવાર માત્ર સંસ્કૃતિનો ઉત્સવ નથી પરંતુ તમામને જોડીને આગળ વધવાની પ્રેરણા પણ છે. તેમણે કહ્યું કે બિહૂને કેવળ શાબ્દિક અર્થોમાં ન સમજી શકાય, તેને સમજવા માટે ભાવના અને અનુભવોની જરૂરત રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ