પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક એવો ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એક મહિલાને ઝુકીને પ્રણામ કરી રહ્યા છે. વિચારવા જેવી વાત એ છે કે આ મહિલા છે કોણ...
આ મહિલાની માત્ર પીએમ મોદી સાથે નહીં પરંતુ એપીજે અબ્દુલ કલામ અમિતાભ બચ્ચન જયા બચ્ચનસ રજનીકાંત વિદ્યા બાલન કમલ હાસન વગેરે લોકો સાથે પણ ફોટો છે.
જણાવી દઇએ કે આ ફોટોમાં જે મહિલા જોવા મળી રહી છે એનું નામ દીપિકા મોન્ડલ અને નરેન્દ્ર મોદીની સાથે ફોટો આજનો નહીં પરંતુ 2015નો છે. આ ફોટો કોઇ ઇવેન્ટમાં પાડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે દીપિકા મોન્ડલ દિલ્હીના એનજીઓ 'દિવ્ય જ્યોતિ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એન્ડ વેલ્ફેર સોસાયટી'ની ચીફ ફંક્શનરી ઓફિસર છે. એમને આ પદ 2003માં મળ્યું હતું.
જે NGOમાં દીપિકા મોન્ડલ કામ કરે છે એ ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરને પ્રમોટ કરે છે આટલું જ નહીં આ એનજીઓ આર્ટ એન્ડ કલ્ચર એજ્યુકેશન એન્ડ લિટરેસી ટ્રાઇબલ અફેર્સ પર કામ કરવા માટે વોકેશનલ ટ્રેનિંગ પણ આપે છે.