બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / PM Modi's Gujarat tour program announced: Mehsana will be gifted with 4700 crore development works, Ambaji will also go

આગમનની તૈયારીઓ / PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર: મહેસાણાને 4700 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ, અંબાજી પણ જશે

Vishal Khamar

Last Updated: 06:18 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન આગામી તા. 30 ઓક્ટોબર અને તા. 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર છે.

  • વડાપ્રધાન તા. 30 અને 31 બે દિવસીય ગુજરાત પ્રવાસે
  • પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં દર્શન કરશે ત્યારે બાદ ખેરાલુ ખાતે જનસભાને સંબોધશે
  • બીજા દિવસે કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બરે સવાર 9.30 નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં વડાપ્રધાન આરાસુરી માં અંબાના દર્શનાર્થે પહોંચશે.  ત્યાર બાદ વડાપ્રધાન ખેરાલુ પહોંચશે. જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 

બીજા દિવસે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે
બીજા દિવસે તા. 31 નાં રોજ વડાપ્રધાન સવારે ગાંધીનગરથી કેવડીયા જવા રવાનાં થશે. કેવડીયા ખાતે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે. ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

Modi will come to Gujarat: Rs. 4700 Crores Development Works Scheduled-Launch

રૂ.4778 કરોડના કામોનું કરાશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રૂ.4778  કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થશે તેવું પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે જણાવ્યું હતું. પીએમ મોદી ખેરાલુના ડભોડામાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને સંબોધશે. વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાથી ભાજપ કાર્યકરો-આગેવાનોમાં આનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીના કાર્યક્રમને લઈને તંત્ર એલર્ટ
PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ મહેસાણા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. PM મોદીની સભા સ્થળે 100થી વધુ CCTV કેમેરા લગાવાશે. સભા સ્થળ, પાર્કિંગ સહિત અલગ-અલગ સ્થળો પર CCTV લગાવાશે. સૌપ્રથમવાર CCTV કેમેરાથી તંત્ર ચાંપતી નજર રાખશે. કેમેરાનું મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, PM મોદી આગામી 30 ઓક્ટોબરે ખેરાલુના ડભોડામાં સભા સંબોધશે.

All government meetings canceled regarding PM Modi's program in Mehsana

ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત માદરે વતન આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ તેઓ ખેરાલુના ડભોડા ખાતે જંગી સભાને સંબોધન કરશે. ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાથી વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ 4778 કરોડના વિકાસ કામોના શ્રી ગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કેવડિયા ખાતે પણ હાજર રહેશે PM મોદી
પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડીયામાં હાજર રહેશે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એકતા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે. કેવડીયા ખાતે પણ વિવિધ સુવિધાઓનુ લોકર્પણ અને ખાતમુર્હૂત કરશે. 31મી ઓક્ટોબરને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ