બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Politics / PM Modi will campaign with Yogi Adityanath in Uttar Pradesh

લોકસભા ચૂંટણી 2024 / PM મોદી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સાથે કરશે ચૂંટણી પ્રચાર, સહારનપુરમાં રેલી તો ગાઝિયાબાદમાં કરશે રોડ શો

Priyakant

Last Updated: 08:38 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : એક અઠવાડિયામાં PM મોદીની બીજી UP મુલાકાત, આજે પશ્ચિમ યુપીના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે PM મોદી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન જોરશોરથી પ્રચારમાં લાગેલા  PM મોદી આજે એટલે કે 6 એપ્રિલે તેઓ ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. મહત્વનું છે કે, એક અઠવાડિયામાં PM મોદીની આ બીજી UP મુલાકાત છે. PM મોદી સૌપ્રથમ સહારનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ સાંજે ગાઝિયાબાદ જશે અને રોડ શો કરશે.

BJPના પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાના જણાવ્યા અનુસાર PM મોદી સવારે લગભગ 9.30 વાગે સહારનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ રેલી સહારનપુર સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર રાઘવ લખનપાલ અને કૈરાના સંસદીય ક્ષેત્રના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના સમર્થનમાં યોજવામાં આવી છે જેમાં PM મોદી ભાગ લઈ રહ્યા છે. તેમના સંબોધન પછી સાંજે લગભગ 4 વાગે PM મોદીગાઝિયાબાદ પહોંચશે. ત્યાં PM મોદી ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગના સમર્થનમાં માલીવાડા ચોકથી આંબેડકર રોડ થઈને ચૌધરી રોડ ગાઝિયાબાદ સુધી આયોજિત રોડ શોમાં ભાગ લેશે.

એક સપ્તાહમાં PM મોદીની બીજી UP મુલાકાત
માનવામાં આવે છે કે આ મુલાકાત દ્વારા PM મોદી પશ્ચિમ યુપીના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આ પહેલા PM મોદી મેરઠ ગયા હતા જ્યાં તેમણે એક મોટી રેલીને સંબોધિત કરી હતી. મેરઠ બાદ યુપીમાં PM મોદીની આ બીજી સૌથી મોટી રેલી માનવામાં આવે છે. આ રેલીમાં PM મોદી ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે.

વધુ વાંચો : 13 મહિનાથી જેલમાં બંધ મનીષ સિસોદિયાને મળશે રાહત? કોર્ટમાં આજે જામીન અરજી પર થશે સુનાવણી

19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન
પશ્ચિમ યુપીની આઠ બેઠકો માટે 19 એપ્રિલે યોજાનારી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ મુખ્ય રાજકીય પક્ષોની નજર આ ચૂંટણી રેલી પર ટકેલી છે. રેલીમાં ભાગ લેવા માટે રેલી સ્થળ પર ત્રણેય મુખ્યમંત્રીઓ માટે અલગ-અલગ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે. ગાઝિયાબાદમાં PM મોદીના રોડ શોમાં ભાગ લેવાના કારણે ઘણા માર્ગો પ્રભાવિત થશે. અનેક રોડ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. રેલીને લઈને સવારે 6 વાગ્યાથી રૂટ ડાયવર્ઝન અમલમાં મુકવામાં આવ્યા છે. વાસ્તવમાં ભાજપ 400ને પાર કરવાના સ્લોગન માટે સખત મહેનત કરી રહ્યું છે. PM મોદીપોતે આ અંગે સતત રેલીઓમાં હાજરી આપી રહ્યા છે. વિકાસના વાહનની સાથે સાથે પીએમ ચૂંટણીના ગણિત પર પણ નજર રાખી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ